કલસર ચેક પોસ્ટથી આશરે 100 જેટલા પિધ્ધડોને પકડતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.30 : વલસાડ જિલ્લા પોલીસની સૂચના અનુસાર દર વર્ષે થર્ટીફર્સ્ટ ડિસેમ્બરે મહારાષ્ટ્ર તથા સંઘ પ્રદેશની તમામ ચેક પોસ્ટો તથા અન્ય નાકાઓ સીલકરી સઘન ચેકિંગ હાથ ધરી સંઘપ્રદેશમાંથી નશો કરી આવનારાઓને ઝડપી એમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે.
આ વર્ષે પણ પારડી પોલીસે થર્ટીફર્સ્ટ પૂર્વે તમામ તૈયારીઓ કરી દીધી છે અને આવા પિધ્ધડો તથા દારૂ લઈ આવવાના માટે પારડી ખાતે પ્રજાપતિની વાડી બુક કરવામાં આવી છે અને તેઓના તાત્કાલિક કોરોના ટેસ્ટ માટે વાડી પર જ ડોક્ટરો તથા મેડિકલ ટીમ તૈયાર રાખી ત્યાં જ એમનો કોરોના રિપોર્ટ પણ તૈયાર કરી એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વર્ષે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી 31ની પૂર્વ સંખ્યાએ જ કલસર ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરી આશરે 100 થી વધુ પિધ્ધડોને ઝડપી પાડી દારૂ શોખીનોમાં ફડફડાટ ફેલાવી દીધો છે.