Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

ડેલકર પરિવાર ભાજપમાં જોડાવાથી હજારો કાર્યકરો નિરાશ થઈ મૂંઝવણના વમળમાંથી બહાર આવી કોંગ્રેસમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીમાં લોકસભાની ચૂંટણીનો ઉત્‍સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. સાથે જ કોંગ્રેસનો જનાધાર પણ વધી રહ્યો છે. આજે રવિવારે દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્‍યુ ંહતું. આ અવસરે પ્રદેશના એક હજારથી વધુ લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને કોંગ્રેસને મજબૂત કરવાનો સંકલ્‍પ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં કોંગ્રેસના સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ જનમેદની સંબોધતા જણાવ્‍યું હતું કે, લોકો કેન્‍દ્રની ભાજપ સરકાર અને આઉટગોઇંગ સાંસદશ્રીમતી કલાબેન ડેલકરથી ભારે નારાજ અને વ્‍યથિત છે, જેઓ ત્રણ વર્ષથી શિવસેનાના સાંસદ હતા અને હાલમાં ભાજપમાં છે. લોકોનું માનવું છે કે 2019માં જ્‍યારે સ્‍વ. મોહનભાઈ ડેલકર સાંસદ બન્‍યા પછી ભાજપમાં જોડાયા તેના એક દિવસ પહેલા સુધી સ્‍વ. મોહનભાઈ અને કલાબેન ડેલકર કહેતા હતા કે, ભાજપ સરકાર અને અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. જે લોકો તેમને પરેશાન કરતા હતા એ જ લોકો આજે ભાજપમાં જોડાયા છે. તેમના માટે કામદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભાજપના અધિકારીઓ તરફથી વહીવટી સમસ્‍યાઓનો સામનો કરવો પડયો હતો. ભાજપના પદાધિકારીઓએ વહીવટી અધિકારીઓ દ્વારા ઘણા લોકો પર દબાણ કરીને તેમને ભાજપમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.
જ્‍યારે શ્રીમતી કલાબેન ડેલકરને ભાજપમાં જોડાવું હતું અને ભાજપે શ્રીમતી કલાબેન ડેલકરનો ભાજપમાં સમાવેશ કરવો હતો, તો પછી આ હજારો લોકોને કેમ હેરાન કરવામાં આવ્‍યા…? દાનહની જનતા નિરાશામાં છે, રોજગાર નથી, ધંધો ધીમો છે. પ્રદેશમાં નોકરશાહીની હાલત એવી છે કે આજે તે સંપૂર્ણ રીતે નિરંકુશ છે. જનપ્રતિનિધિઓની આવી દુર્દશા અગાઉ ક્‍યારેય જોવા મળી નથી. કોઈપણ જનપ્રતિનિધિને એવી સ્‍થિતિ ન હતી કે તે કોઈપણ જાહેર સમસ્‍યાને લઈનેતેમની ઓફિસમાં જઈ શકે. સ્‍માર્ટ સિટીના નામે વેપારીઓ અને દુકાનદારોને જે મુસીબતોનો સામનો કરવો પડતો હતો તેની કોઈને પરવા નથી. સેલવાસ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના નબળા સ્‍ટાફ અને અધિકારીઓની તાનાશાહીથી સામાન્‍ય જનતા અને વેપારીઓ પરેશાન છે. હાલમાં સંઘપ્રદેશમાં જનપ્રતિનિધિઓ અને રાજકીય વ્‍યક્‍તિઓને સાંભળનાર કોઈ નથી. સરપંચની સત્તા ખતમ થઈ ગઈ છે, પંચાયત મંત્રીનો દરજ્‍જો ખતમ થઈ ગયો, છેલ્લા બે-પાંચ વર્ષ પહેલાં લોકોને ખબર પણ ન હતી કે આ સંસ્‍થાઓના સી.ઈ.ઓ. કોણ છે? આજે આ અધિકારીઓ દરેક વસ્‍તુ પર સત્તા ધરાવે છે. જનપ્રતિનિધિઓ માત્ર શો-પીસ બની ગયા છે. તેમનો ઉપયોગ માત્ર ફોટોગ્રાફસ લેવા માટે થાય છે. કોંગ્રેસનો જમાનો લોકોને યાદ છે. આ જ કારણ છે કે સંઘપ્રદેશમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. મહિલાઓ, યુવાનો, કાર્યકરો, વેપારીઓ કોંગ્રેસ તરફ આવી રહ્યા છે. આ લોકો પરિવર્તન ઈચ્‍છે છે. દરરોજ હજારો લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસનો ટેકો વધી રહ્યો છે. અન્‍ડરકરન્‍ટ જોઈ અને સમજી શકાય છે. ભાજપ અને ડેલકર પરિવારના કાર્યકરો સંપૂર્ણ શંકામાં છે. એકબીજા સાથે તાલમેલ જાળવી શકતા નથી. કોંગ્રેસને તેનો ફાયદો સ્‍પષ્ટ દેખાઈ રહ્યો છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘ફીટ ઇન્‍ડિયા” અભિયાન અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સેલવાસમાં યોજાઈ સાયક્‍લોથોન

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

Leave a Comment