45 હજાર હેક્ટર કેરીના પાકને મહોર આવી ગયેલો હોવાથી મોટા નુકશાનની ભિતિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લામાં આજે શુક્રવારે હવામાનમાં થયેલા ફેરફારને લઈ અંતરિયાળ એવા ધરમપુર-કપરાડાના ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
હવામાન ખાતાની આગાહી હતી કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તે મુજબ શુક્રવારે વહેલી સવારે હવામાનમાં ભારે પલટો પણ આવ્યો હતો તેથી ધરમપુર-કપરાડા વિસ્તારના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદ કેરી પાકને સીધી આડ અસર કરશે તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 45 હજાર હેક્ટરકેરીનું વાવેતર છે તેમજ ખેડૂતો માટે મુખ્ય આવકનું સાધન પણ છે પરંતુ કમોસમી વરસાદથી હાલમાં આંબા ઉપર મહોર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેથી વરસાદથી મહોર ખરાબ થઈ જશે. કેરીનું ઉત્પાદન ઉપર સીધી અસર કરશે. ખેડૂતોએ આ પરિસ્થિતિને ધ્યાને લઈને વળતરની માંગણી પણ કરી રહ્યા છે. કારણ કે કેરીનો પાક હજારો ખેડૂતો માટે આજીવિકા સમાન છે.