(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન બાતમીના આધારે તાલુકાના સુંઠવાડ થી બારોલીય જતા રોડ તરફ જઇ રહ્યા હતા.તે સમયે બાતમી હકીકત મુજબની મહિન્દ્રા બોલેરો નં-જીજે-૨૧-સીસી-૬૬૨૬ ને ઉભી રાખવાનો ઈશારો કરતા થોડે આગળ જઇ બોલેરો મૂકી સ્થળ ઉપર થી ફરાર થઇ ગયો હતો.પોલીસે કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૮૪૦ કિં.રૂ.૧,૨૭,૧૧૬/- તેમજ બોલેરો કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭,૨૭,૧૧૬/- નો મુદ્દામાલ કબ્જે કરી મહિન્દ્રા બોલેરો ચાલક વિરલ જીતુભાઇ પટેલ (રહે.સુંઠવાડ પીર ફળીયા તા.ચીખલી જી.નવસારી) સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.
