January 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રવિવારે પોલિયો નેશનલ રાઉન્‍ડનો પ્રારંભ: 200 જેટલા પોલિયો બુથ કાર્યરત કરાયા

સોમ-મંગળવારે રેલવે સ્‍ટેશન, બસ ડેપો, દાદરા-ડાભેલ ચેકપોસ્‍ટ ઉપર બુથ ચાલુ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા રવિવારે વાપીમાં પોલિયો નેશનલ રાઉન્‍ડનો આરંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં 5 વર્ષની નીચેના બાળકોનેપોલિયોની રસી મુકવામાં આવી હતી. સવારે 9 થી સાંજના 5 કલાક સુધી આ કામગીરી ચાલું રહી હતી.
વાપીના તમામ બુથો ઉપર નેશનલ પોલિયો રાઉન્‍ડની કામગીરી કરવામાં આવી હતી. બાકાત રહ્યા તેમને સોમ-મંગળવારે રેલવે સ્‍ટેશન, બસ ડેપો તથા દાદરા-ડાભેલ ચેકપોસ્‍ટ ઉપર કામગીરી ચાલું રહેશે. તદ્દઉપરાંત આખા આઠવાડીયા દરમિયાન આરોગ્‍ય ખાતાની ટીમ હાઉસ ટુ હાઉસ ફરીને બાળકોને પોલિયોની રસી પીવડાવાશે. આરોગ્‍યની ટીમ પાસે બાળકોને પોલિયો રસી અપાવી અભિયાનને સફળ બનાવવા તમારું યોગદાન આપી શકો છો તેવી જાહેર અપીલ પણ આરોગ્‍ય વિભાગ તરફથી કરવામાં આવી છે.

Related posts

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

Leave a Comment