Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ અને વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા ઉતરાયણ પર્વ-2023 સંદર્ભેની ઉજવણીને ધ્‍યાનમાં લઈ લોકોની સુરક્ષા અને અકસ્‍માતો ના થાય તે માટે કેટલાક જરૂરી સૂચનો કર્યા છે. ઉતરાયણ પર્વમાં ઘણીવાર દોરીથી કપાવાની ઘટના, વીજ કરંટ લાગવાની ઘટના કે ધાબા પરથી પડી જવા જેવા અક્‍સ્‍માતો થાય છે જેને અટકાવવા માટે નિવાસી અધિક કલેક્‍ટરશ્રીએ. આર. ઝાએ નીચે મુજબની સાવચેતીઓ રાખવા જણાવ્‍યું છેઃ
ઉતરાયણ સમયે આટલું કરો…
(1) પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખો, (2) માણસો, પશુઓ, વાહનોથી સાવચેત રહો (3) પતંગ ચગાવવા ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે નહી તેની ખાતરી કરો (4) માથા પરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો (5) ધાબા કે અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો (6) પતંગ ચગાવતા બાળકોની વાલીઓએ દેખરેખ રાખવી, (7) ત્રણ ‘સ’ યાદ રાખો સમજદારી, સદભાવ, સાવચેતી (8) સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્‍યાના ગાળામાં પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયગાળામાં પતંગ ચગાવવાનું ટાળો.
ઉતરાયણ સમયે આટલું ન કરો…
(1) સિન્‍થેટિક વસ્‍તુ/પ્‍લાસ્‍ટિકના ઉપયોગથી બનેલી કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ (2) વીજળીના તારમાં ફસાયેલા કે સબસ્‍ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન કરો (3) લૂઝ કપડાં ન પહેરવા (4) ગીચ વિસ્‍તારોમાં પતંગ ન ચગાવવા (5) મકાનની ઢાળવાળી છત ઉપર પતંગ ના ચગાવવા (6) કપાયેલા પતંગને લેવા માટે છત ઉપર દોડવું નહી (7) થાંભલા કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્‍થર ફેંકવો નહીં
કોઈપણ દુર્ઘટના કે આપત્તિના સમયે કંટ્રોલ રૂમ ટોલ ફ્રીનં.02632-243238, ઈમરજાન્‍સી ટોલ ફ્રી નં.108 અને કરૂણા અભિયાન ટોલ ફ્રી નં.1962 ઉપર સંપર્ક કરી શકાશે.

Related posts

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં મગરવાડા ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલ સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓને જલ્‍દી સુરક્ષિત પરત લાવવામાં પ્રશાસન હરસંભવ પ્રયાસ કરશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર મુસાફરો ભરેલો ટેમ્‍પો પલટી મારી ગયો : મુસાફરોને નાની મોટી ઈજા

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

Leave a Comment