April 30, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

  • કેન્‍દ્ર શાસિત પ્રદેશો ખાસ કરીને નફો રળતા ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા પુડ્ડુચેરીમાં વિજળીના ખાનગીકરણના નિર્ણયને રદ કરવા બુલંદ બનેલી માંગણી

  • નેશનલ કો-ઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્‍ટ્રીસીટી એપ્‍લોઈઝ એન્‍ડ એન્‍જિનિયર્સની વર્ચ્‍યુઅલ બેઠકમાં લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18
સરકારની ખાનગીકરણની નીતિના વિરુદ્ધમાં અગામી તા.23 અને 24મી ફેબ્રુઆરીએ દેશના ટ્રેડ યુનિયનોએ આપેલા હડતાલના એલાનમાં નેશનલ કો-ઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્‍ટ્રીસીટી એપ્‍લોઈઝ એન્‍ડ એન્‍જિનિયર્સ(એનસીસીઓઈઈઈ)એ પણ સમર્થન આપવાની આજે જાહેરાત કરી હતી. જેના કારણે ચંદીગઢ સહિત અન્‍ય કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પણ સરકારના વિજળી ખાનગીકરણના નિર્ણયના વિરુદ્ધમાં અવાજ શરૂ થઈ ચૂક્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે નેશનલ કો-ઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્‍ટ્રીસીટી એપ્‍લોઈઝ એન્‍ડ એન્‍જિનિયર્સ(એનસીસીઓઈઈઈ)ની થયેલ વર્ચ્‍યુઅલ બેઠકમાં 23મી અને 24મી ફેબ્રુઆરીએ હડતાલનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જેમાં દેશના દરેક રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના 15 લાખ રેગ્‍યુલર અને 1ર લાખ કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા વિદ્યુત કર્મચારી અને એન્‍જિનિયરો જોડાશે.
ઓલ ઈન્‍ડિયા પાવરએન્‍જિનિયર ફેડરેશનના પ્રમુખ શ્રી શૈલેન્‍દ્ર દુબેએ જણાવ્‍યું હતું કે, આ બેઠકમાં અગામી તા. 23 અને 24મી ફેબ્રુઆરીએ દેશના વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા સરકારની ખાનગીકરણની નીતિના વિરુદ્ધમાં આપેલા હડતાલના એલાનમાં સહભાગી બનવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વિદ્યુત કર્મચારીઓ અને એન્‍જિનિયરો ઈલેક્‍ટ્રીસીટી (એમેન્‍ડમેન્‍ટ) બીલ-ર0ર1ને પરત લેવા, દરેક પ્રકારની ખાનગીકરણની પ્રક્રિયા બંધ કરવા અને કેન્‍દ્ર શાસિત પ્રદેશો ખાસ કરીને નફા કમાનારા ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા પુડ્ડુચેરીમાં વિદ્યુતના ખાનગીકરણનો નિર્ણય રદ કરવાની માંગણી સાથે હડતાલમાં જોડાશે. સરકાર દ્વારા વિજળી બોર્ડના કરેલા વિસર્જન બાદ નિયુક્‍ત તમામ વિજળી કર્મચારીઓને જુની પેન્‍શન યોજનાના દાયરામાં લાવવાની સાથે રાજ્‍યોમાં દરેક વિજળી કંપનીઓનું એકીકરણ કરી કેરલની કેએસએબી લિમીટેડ અને હિમાચલ પ્રદેશની એચપીએસઈબી લિમીટેડ તર્જ ઉપર સ્‍ટેટ ઈલેક્‍ટ્રીસીટી બોર્ડ લિમીટેડનું ગઠન કરવા અને નિયમિત ભરતીની સાથે દરેક કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા કર્મચારીઓને તેલંગાના સરકારની માફક રેગ્‍યુલર કરવા પણ માંગણી કરી છે.
શ્રી શૈલેન્‍દ્ર દુબેએ વધુમાં જણાવ્‍યું હતું કે, ચંદીગઢ અને પુડ્ડુચેરીના વિજળી કર્મચારીઓના સમર્થનમાં દેશભરનાવિજળી કર્મી 1લી ફેબ્રુઆરીએ વિરોધ પ્રદર્શન પણ કરશે. તેમણે જણાવ્‍યું હતું કે 1લી ફેબ્રુઆરી કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ખાનગીકરણના વિરોધમાં ચંદીગઢ અને પુડ્ડુચેરીના વિદ્યુત કર્મચારીઓ એક દિવસની હડતાલ પણ કરી રહ્યા છે જેનું સમર્થન કરવામાં આવશે.
ચંદીગઢનો વિજળી વિભાગ લગાતાર ફાયદામાં ચાલી રહ્યો છે. 2020-ર1માં ચંદીગઢના વિજળી વિભાગે રૂા.257 કરોડનો નફો રળ્‍યો હતો. ચંદીગઢમાં લાઈન લોસીસનું પ્રમાણ ફક્‍ત 9.ર ટકા છે અને ચંદીગઢનો વિદ્યુત દર પડોશના રાજ્‍યો હરિયાણા અને પંજાબથી ઘણો ઓછો છે. નિરંતર નફો રળી રહેલા વિદ્યુત વિભાગોનું ખાનગીકરણ સ્‍વીકાર્ય નથી અને તેના વિરોધમાં રાષ્‍ટ્ર વ્‍યાપી આંદોલન કરવા પણ તૈયારી દર્શાવી હતી.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયની પણ પુનઃ સમીક્ષા કરવા માટે પ્રદેશના સરપંચો અને અન્‍ય જનપ્રતિનિધિઓએ પણ માંગણી કરી છે.

Related posts

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment