Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

સતત ખડે પગે ટ્રાફિકથી લઈ અને સેવા બજાવી રહેલ જી.આર.ડી. જવાનોને જાન્‍યુઆરી-ફેબ્રુઆરીનો પગાર મળ્‍યો નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગમાં પોલીસની પૂરક જવાબદારી નિભાવવા માટે જી.આર.ડી. જવાનો ફરજ બજાવી રહ્યા છે. સતત ખડે પગે ફરજ બજાવી રહેલ કપરાડા-ધરમપુર વિસ્‍તારના જી.આર.ડી. જવાનોને છેલ્લા બે માસથી પગાર ચૂકવાયો નહીં હોવાથી તાજેતરના હોળી-ધુળેટીના તહેવારો જવાનોના બગડયા હતા.
કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં અનેક જી.આર.ડી. જવાનો ફરજ બજાવી રહ્યા છે. વી.આઈ.પી.ની મુલાકાત હોય કે ટ્રાફિકની જવાબદારી હોય જી.આર.ડી. જવાનો સમય જોયાસિવાય તડકામાં પણ આ બદલ ફરજ બજાવી રહ્યા છે. તેવા જવાનોને જાન્‍યુઆરી-ફેબ્રુઆરી માસનો પગાર મળ્‍યો નથી તેથી અનેક આર્થિક મુશ્‍કેલીઓનો જવાનો સામનો કરી રહ્યા છે. હાલ વગર પગારે પણ ફરજ નિષ્‍ઠા અદા કરી છે ત્‍યારે જવાનોને પોલીસ વડા પગારની તજવીજ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી રહી છે. જવાનો પરિવારના મહેણાં ટોણાનો પણ સામનો કરવાનો કપરો સમય વિતાવી રહ્યા છે.

Related posts

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment