October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર મુસાફરો ભરેલો ટેમ્‍પો પલટી મારી ગયો : મુસાફરોને નાની મોટી ઈજા

છરવાડા ગામથી 10 થી વધુ મુસાફરો ભરી કોસ્‍ટલ હાઈવે ઉપર
પસાર થતા અકસ્‍માત નડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક લીલાપોરકોસ્‍ટલ હાઈવે ઉપર આજે સોમવારે સવારે છરવાડા ગામથી મુસાફરો ભરીને નિકળેલો ટેમ્‍પો ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગયો હતો. અકસ્‍માતમાં 10 ઉપરાંત મુસાફરોને નાની મોટી ઈજા થતા ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર ટેમ્‍પો નં.ડીડી 01 એ 9676 10 જેટલા મુસાફરો છરવાડાથી ભરીને લીલાપોર કાપરી રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્‍યારે ઓવરબ્રીજ નજીક અચાનક ટેમ્‍પો પલટી મારી ગયો હતો. ગંભીર અકસ્‍માતમાં 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્‍માત બાદ સ્‍થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. 108 એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા તમામ ઘાયલ મુસાફરોને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

Related posts

દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમે નિરાધાર બાળકો અંગે જાણ કરવા જાહેર જનતાને કરેલી અપીલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment