Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં મગરવાડા ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ સ્‍થળની લીધેલી મુલાકાત

ભાજપના કાર્યકર્તાઓએ પ્રશાસનના ગ્રામલક્ષી અભિગમની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
ભારતીય જનતા પાર્ટી દમણ જીલ્લા પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણીયાની આગેવાની હેઠળ દમણ જીલ્લા ભાજપની ટીમે મગરવાડા ગ્રામ પંચાયતમાં આયોજીત ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. ટીમ ભાજપે કાર્યક્રમ સ્‍થળ ઉપર ઉપસ્‍થિત લોકો સાથે વાતચીત કરી હતી અને તેમના અનુભવો સાંભળી – સમજી અને જરૂરી સૂચનો આપ્‍યા હતા.
આ કાર્યક્રમમાં આયુષ્‍માન ભારત કાર્ડ રજીસ્‍ટર/નવીનીકરણ, રસીકરણ, સિટી સર્વે, મામલતદાર, કલેક્‍ટર, કર્મચારી વિભાગના કાર્યો પંચાયત ઘર ખાતે જ પ્રશાસન દ્વારા લોકોને ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા હતા.
આ અવસરે મુલાકાત લેનાર જિલ્લાની ભાજપ ટીમમાં જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, જિલ્લા મહાસચિવ શ્રી વિમલ પટેલ, જિલ્લા ઉપાધ્‍યક્ષ શ્રી રૂકમણીબેન ભાનુશાલી, જિલ્લા સચિવ શ્રી કિરીટ દમણિયા, મગરવાડા જિલ્લા પંચાયત સભ્‍ય ગોદાવરીબેન પટેલ, મગરવાડા સરપંચ લખીબેન પ્રેમાભાઈ પટેલ સહિત શ્રી શીતલભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્‍ટોબરથી સફાઈ અભિયાન યોજાશે 

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્‍વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment