Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ લીધેલો નિર્ણયઃ પ્રવિણ જનાથિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 21 : દાદરા નગર હવેલીના વરિષ્‍ઠ નેતા અને બહુજન મુક્‍તિ પાર્ટીના લોકસભાના પૂર્વ ઉમેદવાર શ્રી પ્રવિણભાઈ જનાથિયાએ આજે શ્રી રાહુલ ગાંધી અને તેમની ‘ભારત જોડો’યાત્રાથી પ્રેરિત થઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અપનાવવાનો નિર્ણય લઈ બહુજન મુક્‍તિ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
આ અવસરે શ્રી પ્રવિણભાઈ જનાથિયાએ જણાવ્‍યું હતું કે, આદિવાસી બહુમતિ ધરાવતા પ્રદેશ દાદરા નગર હવેલીની જનતા આજે પણ કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલી છે અને દેશમાં કોંગ્રેસ જ એક એવી વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે જે પછાત, વંચિત, દલિત, લઘુમતિ અને આદિવાસી સમાજ માટે, સમાજના ઉત્‍થાન માટે હંમેશા પ્રયત્‍નશીલ રહી છે. શ્રી પ્રવિણભાઈ જનાથિયાએ જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ શ્રી મહેશભાઈ શર્માની અધ્‍યક્ષતામાં કોંગ્રેસ મજબૂત બની રહ્યો છે અને તેથી જ હું મારા હજારો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને કોંગ્રેસમાં જોડાવાના કારણે મારાકર્તાકર્તાઓમાં ઉત્‍સાહનો વધારો થયો છે.

પ્રવિણભાઈ જનાથિયાનું કોંગ્રેસમાં સ્‍વાગત છેઃ દાનહ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા
દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્માએ બહુજન મુક્‍તિ પાર્ટીના પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પ્રવિણભાઈ જનાથિયાનું કોંગ્રેસમાં સ્‍વાગત કર્યું છે. શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્‍યું હતું કે, શ્રી પ્રવિણભાઈ જનાથિયાની આદિવાસી વિસ્‍તારોમાં સારો એવો પ્રભાવ અને મજબૂત પકડ છે. આગામી સમયમાં 10 ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ ચોક્કસપણે મજબૂત બનશે. હું તેમનું અને તેમના હજારો કાર્યકર્તાઓનું કોંગ્રેસમાં સ્‍વાગત કરૂં છું અને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હું આવકારૂં છું.

Related posts

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

ગલોન્‍ડા પંચાયતમાં ‘પ્રશાસન ગામડાં તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment