Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રોકડા તેમજ મોટર સાયકલ, મોબાઈલ ફોન સહિત રૂા.78,230/- નો મુદ્દામાલ કબ્‍જે કરી ત્રણ જેટલાને વોન્‍ટેડ જાહેર કર્યાહતા.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ પીએસઆઈ એસ.એચ.પટેલ સર્વેલન્‍સ સ્‍ટાફના મહેન્‍દ્રભાઈ, ગણપતભાઈ, અલ્‍પેશભાઈ સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમ્‍યાન માણેકપોર નહેર ફળીયા રતિલાલ પટેલની વાડી પાસે આવેલ આંબાના ઝાડની નીચે ખુલ્લી જગ્‍યામાં જુગાર રમતો હોવાની બાતમી મળતા પોલીસે સદર જગ્‍યાએ છાપો મારી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ઉત્તમ રાયસિંગ ધો.પટેલ (રહે.માણેકપોર નહેર ફળીયા તા.ચીખલી), મહેશ બાબુભાઈ મોદી (રહે.રાનકુવા રેલવે સ્‍ટેશનની સામે તા.ચીખલી), અબ્‍બાસ ફકીર ખલીફા (રહે.જોગવાડ ખલીફા ફળિયું તા.ચીખલી) તથા રમેશ ઉર્ફે પાંડુ છોટુભાઈ રાઠોડ (રહે.બામણવેલ પારસી ફળીયા તા.ચીખલી) એમ ચાર જેટલાને ઝડપી પાડી રોકડા રૂા.17,230/- તથા મોબાઈલ ફોન નંગ-3, મોટર સાયકલ નંગ 3 મળી કુલ રૂા.79,230 નો મુદ્દમાલ કબ્‍જે કર્યો હતો. જ્‍યારે રમેશ ધીરુભાઈ પટેલ (રહે.રાનકુવા પટેલ વાડી શીતલ હોટલ પાસે તા.ચીખલી), રાકેશ નટુભાઈ પટેલ (રહે.માણેકપોર ખાખરી ફળીયા તા.ચીખલી) તથા ઈલ્‍યાસ લૂંણત (રહે.બામણવેલ કણબીવાડ તા.ચીખલી) એમ ત્રણ જેટલાને વોન્‍ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સેલવાસની નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ભવ્‍ય સમર્પણઃ વ્‍હાઈટ કોટ સેરેમની સંપન્ન

vartmanpravah

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

Leave a Comment