October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા પંચાયત દ્વારા ગામમાં ચાલ માલિકો કંપનીઓને ગંદકી ન ફેલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી અને 15 દિવસનો સમય પણ આપવામાં આવ્‍યો હતો. જેમાં ગંદા પાણીનો યોગ્‍ય નિકાલ કરવા તાકીદ કરી હતી, છતાં પણ કંપની સંચાલક દ્વારા ગંદુ પાણી બંધ ના કરાતા દાદરા પંચાયત દ્વારા દેમણી રોડ પર આવેલ વેલસેટ પ્‍લાસ્‍ટ એક્‍સટ્રુસન પ્રાઈવેટ લીમીટેડ કંપની અને હેમ ઈન્‍ડસ્‍ટ્રીઝને કેમીકલ અને બાથરૂમનુ ગંદુ પાણી ગટરમાં છોડવાને કારણે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ રૂલ્‍સ મુજબ બન્ને કંપનીઓની ઈલેક્‍ટ્રીસીટી કનેક્‍શન કાપી નાખવામાંઆવ્‍યા છે. આ બન્ને કંપનીઓને નિયમોના પાલન કરવા માટે 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ નિયમનો પાલન ના કરતા ઈલેક્‍ટ્રીક કનેકશન કાપી નાખવામા આવ્‍યા છે. સાથે દાદરા પંચાયત દ્વારા બીજી કંપનીઓ તેમજ ચાલ માલિકોને પણ જે કોઈપણ નિયમોનું પાલન ન કરશે તેઓનું પણ ઈલેક્‍ટ્રીક કનેક્‍શન કાપી નાખવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્‍યું છે.

Related posts

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

Leave a Comment