(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના ખાનવેલ જિલ્લાના નિવાસી નાયબ કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ગ્રામજનોએ પારંપરિક તારપા નૃત્ય દ્વારા સ્વાગત ભવ્ય કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્થાનિક યુવાન શ્રી જયેશભાઈ પાગી અને નિવાસી નાયબ કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરના હસ્તે સ્થાનિકોને હેલ્મેટ અને એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દરમિયાન ગ્રામજનોએ તેઓની કેટલીક સમસ્યા જેવી કે પાણી માટેની યોગ્ય વ્યવસ્થા કરવા તથા યુવાઓને રોજગારની સમસ્યા, વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, કંપનીમાંથી કાઢી મુકવામાં આવેલ કામદારો બાબતે અવગત કર્યા હતા. નિવાસી નાયબ કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરે સરકારની વિવિધ યોજનાઓ ગામલોકોને જાણકારી આપી હતી તેનો લાભ લેવા જણાવ્યું હતું. જેમાં ખાસ કરીનેમહિલાઓને આવકમાંથી બચત કરવા અંગે સહયોગ આપવા અને તેને લગતું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.