October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્‍યાંગ મતદારો માટે કરાયેલી વિશેષ સુવિધા અને મતાધિકાર અંગે વાકેફ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અંતર્ગત મતદારોમાં મતદાન જાગૃત્તિ માટે વલસાડ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્‍વીપ મેનેજમેન્‍ટના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને તેમની ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્‍યારે જિલ્લાની દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં પણ દિવ્‍યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે પીડબલ્‍યુડી નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એમ.ગોહિલના સહયોગથી તા.22 માર્ચના રોજ સવારે 11 કલાકે જિલ્લામાં કુલ 9 સ્‍થળે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં (1) વલસાડની નેશનલ એસોસિએશન ફોર ધી બ્‍લાઈન્‍ડ, નનકવાડા, વલસાડ, (2) ધી ટાટા એગ્રિકલ્‍ચર એન્‍ડ રૂરલ ટ્રેનીંગ સેન્‍ટર ફોર ધીબ્‍લાઈન્‍ડ, ફણસા, (3) મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત મુકબધિર વિદ્યાલય દેગામ, (4) માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત માનસિક ક્ષતિગ્રસ્‍ત બાળકોની વિશિષ્ટ શાળા, વાત્‍સલ્‍ય સ્‍કૂલ, કિલ્લા પારડી, (5) જલારામ મનોવિકાસ કેન્‍દ્ર, જયના અનુપમ એન્‍ડ પરમાર ડે કેર મંદબુધ્‍ધિ બાળકોની સંસ્‍થા, કૈલાસ રોડ, વલસાડ, (6) ઉદય ચેરીટેબલ ટ્રસ્‍ટ, વલસાડ, (7) દિલખુશ હોમ, ઉમરગામ, (8) ગીરીજન આદિજાતિ દિવ્‍યાંગ સેવા ટ્રસ્‍ટ, ધરમપુર અને (9) પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્‍દ્ર, ઉમરગામનો સમાવેશ થાય છે. આ 9 સંસ્‍થાઓમાં અધિકારીઓ દ્વારા દિવ્‍યાંગ મતદારોને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે આહવાન કરાયુ હતું. આ સિવાય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્‍ધ કરવામાં આવનાર સુવિધાઓ વિશે પણ દિવ્‍યાંગ મતદારોને વાકેફ કરાયા હતા. વધુમાં વધુ મતદારો આ લોકશાહીના પર્વમાં ઉત્‍સાહભેર ભાગ લે તે મુજબનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

Leave a Comment