September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્‍જ અંતર્ગત સીવરેજ/સેપ્‍ટિક ટેંકની નિયમિત સફાઈ માટે શરૂ કરવામાં આવેલ હેલ્‍પ લાઈન નંબર 14420

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24 : ભારત સરકારના આવાસ અનેશહેરી વિકાસ મંત્રાલયની માનસ સંચાલન પ્રક્રિયા અંતર્ગત ડિઝાઈનના માપદંડના આધારે એક-બે વર્ષમાં નિયમિત રૂપથી એકવાર સેપ્‍ટિક ટેન્‍ક અને સીવરેજની સાફ-સફાઈ કરવા ફરજીયાત કરાયું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્‍જ’ અંતર્ગત સીવરેજ અને સેપ્‍ટિક ટેન્‍કની નિયમિત સાફ-સફાઈ માટે હેલ્‍પ લાઈન નંબર 14420 શરૂ કરવામાં આવ્‍યો છે. સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના નાગરિકોને સેપ્‍ટિક ટેન્‍ક અને સીવરેજ લાઇનની સાફ-સફાઈ કરનાર વાહનની આવશ્‍યકતા માટે 14420 નંબર ઉપર કોલ કરી શકે છે. સ્‍વચ્‍છતા સંબંધિત કોઈપણ સમસ્‍યા હોય તો હેલ્‍પ લાઈન 1800 1030 636 નંબર ઉપર પણ કોલ કરી શકો છો તથા સ્‍વચ્‍છતા એપ ડાઉનલોડ કરી કોઈપણ પ્રકારની સ્‍વચ્‍છતા સંબંધિત ફરિયાદ કરી શકાશે, એમ સેલવાસ નગરપાલિકાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્‍ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ

vartmanpravah

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

Leave a Comment