Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

ભૂતકાળમાં દાનહ ખાતે બહુમતિ આદિવાસી સમુદાયમાં વિવિધ પ્રસંગોમાં દારૂ પીરસવો એક રિવાજ અને પરંપરા વર્ષોથી ચાલી આવેલ છે પોર્ટુગીઝના કાર્યકાળ દરમિયાન મહૂડીના કન્‍ટ્રી દારૂનું ચલન ખુબ હતું જેને ધ્‍યાનમાં રાખી સંઘપ્રદેશ પ્રશાસને સરકારી નિરીક્ષણ હેઠળ બેવડા બ્રાન્‍ડના કન્‍ટ્રી દારૂનું ઉત્‍પાદન અને બોટલિંગ કરી કન્‍ટ્રી લાયસન્‍સધારીઓને વેચાણ કરાતો

પ્રતિકાત્મક તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરાનગર હવેલીમાં કન્‍ટ્રી દારૂના ભાવમાં જ ભારતીય બનાવટની વિદેશી વ્‍હીસ્‍કી મળી જતી હોવાના કારણે કન્‍ટ્રી લીકરના વેચાણ માટેનું લાયસન્‍સ ધરાવનારાઓની સ્‍થિતિ ભારે કફોડી બની હોવાની જાણકારી સંઘપ્રદેશ પ્રશાસનને આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસી સમુદાયમાં વિવિધ પ્રસંગોમાં દારૂ પીરસવો એક રિવાજ અને પરંપરા વર્ષોથી ચાલી આવેલ છે. પોર્ટુગીઝના કાર્યકાળ દરમિયાન મહૂડીના કન્‍ટ્રી દારૂનું ચલણ દાદરા નગર હવેલીમાં ખુબ હતું. દાદરા નગર હવેલીની મુક્‍તિ બાદ પ્રશાસને પોતાની સરકારી ડિસ્‍ટલરીમાં બેવડા બ્રાન્‍ડથી મહૂડીના કન્‍ટ્રી દારૂનું બોટલિંગ કરી વેચાણ કરાતું હતું. તે સમયે દાદરા નગર હવેલીમાં દારૂ-બિયરનો જથ્‍થો ક્‍વોટાની ફાળવણીના કારણે કરાતો હતો. જેથી બિયર અને વિદેશી દારૂનો ભાવ સામાન્‍ય આદિવાસીઓની પહોંચની બહાર હતો. જેના કારણે તેઓ ઘરની ભઠ્ઠીમાં ગળાતા દારૂની જગ્‍યાએ સલામત ગણાતા કન્‍ટ્રી દારૂની ખરીદી કરતા હતા. પરંતુ સંઘપ્રદેશમાં દારૂ-બિયરના વેચાણની બદલાયેલી નીતિ બાદ દાદરા નગર હવેલીમાં ભારતીય બનાવટનો વિદેશી રંગીન દારૂ કન્‍ટ્રી લીકર કરતા સસ્‍તો અથવા બહુ મોટો ભાવફેર નહીં રહેવાના કારણે હવે વિદેશી દારૂ તરફ ઢળ્‍યા હોવાથી દાદરા નગર હવેલીના કન્‍ટ્રી લીકરનાલાયસન્‍સધારીઓએ તેમની દુકાનમાં રૂા.300ની બોટલના ભાવ સુધીનો વિદેશી દારૂ અને બિયર વેચવાની પરવાનગી આપવા સંઘપ્રદેશ પ્રશાસન સમક્ષ માંગણી કરી છે. કન્‍ટ્રી લીકરના મોટાભાગના લાયસન્‍સધારીઓ સાચા અર્થમાં જરૂરિયાતમંદ પણ છે. તેથી પ્રશાસન તેમની આજીવિકા સંબંધમાં સંવેદનશીલ અભિગમ અપનાવી નિર્ણય લે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્‍કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું

vartmanpravah

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્‍ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયું

vartmanpravah

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

vartmanpravah

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

vartmanpravah

Leave a Comment