Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

પૂજાપાઠ કે અન્‍ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ફૂલ, અગરબત્તી સહિત પૂજાનો સામાન, પ્‍લાસ્‍ટીકની થેલીઓ વગેરે નદીઓ કે જળાશયો ફેંકવામાં ન આવે. જેથી નદી, જળાશયો સ્‍વચ્‍છ રહે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નેશનલ એક્‍ઝિકયુટીવ સભ્‍ય શ્રી સિદ્ધાર્થ શુક્‍લાએ દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નો અંગે નિવાસી નાયબ કલેક્‍ટર(આરડીસી)ને લેખિત રજૂઆત કરી છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષથી દમણગંગા બ્રીજ પરથી મોટી સંખ્‍યામાં લોકોએ આત્‍મહત્‍યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે, જેથી આ પુલની આજુબાજુ લોખંડની જાળી(ગ્રીલ) લગાવવામાં આવે જેથી ભવિષ્‍યનાદિવસમાં કોઈ વ્‍યક્‍તિ આત્‍મહત્‍યાનો પ્રયાસ ન કરી શકે અને લોકોનો જીવ બચી શકે. તેમણે જણાવ્‍યું છે કે, પૂજાપાઠ કે અન્‍ય ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ફૂલ, અગરબત્તી સહિત પૂજાનો સામાન, પ્‍લાસ્‍ટીકની થેલીઓ વગેરે નદીઓ કે જળાશયો ફેંકવામાં ન આવે. જેથી નદી, જળાશયો સ્‍વચ્‍છ રહે. હાલમાં બે પુલમાંથી એક પુલ બંધ કરવામાં આવેલ છે, જેના કારણે વાહનચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે, એમ્‍બ્‍યુલન્‍સ, ફાયરની ગાડીઓને તેમજ નાની ગાડીઓ અને બાઈક ચાલકોને જે બંધ કરવામાં આવેલ પુલ ઉપરથી પસાર થવાની પરમિશન આપવામાં આવે તો ટ્રાફિકનું ભારણ પણ ઓછું થઈ શકે એમ છે. ઉપરાંત નરોલી જંક્‍શન અને અથાલ જંક્‍શન જ્‍યાં તમામ પ્રકારના વાહનોની અવર જવર થાય છે અને આ જગ્‍યા પર કોઈ જ સ્‍પીડ બ્રેકર નથી. નરોલી અને અથાલની આજુબાજુ ઘણી શાળાઓ પણ આવેલ છે જેમાં બે શિફટમાં શાળા ચાલે છે, વિદ્યાર્થીઓએ ભારે ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે. બીએપીએસ શાળા આગળ પણ આજ પરિસ્‍થિતિ છે. આ ટ્રાફિકના કારણે અપ્રિય દુર્ઘટનાથી બચવા માટે તેજ ગતિથી આવતા વાહનોની ગતિ નિયંત્રણ કરવા માટે અવરોધ બનાવવું આવશ્‍યક છે. અથાલ જંક્‍શન પર રસ્‍તાની આજુબાજુ આડેધડ મોટા મોટા વાહનો પાર્ક કરવામાં આવે છે જેના કારણે બીજાવાહનોને પણ તકલીફ થાય છે જેના કારણે જે આડેધડ પાર્ક કરનાર વાહન ચાલકોને પોતાની ખાનગી જગ્‍યા પર પાર્ક કરવા માટે નિર્દેશ આપવામાં આવે એવી યુવા મોરચા નેશનલ એક્‍ઝિક્‍યુટીવ સભ્‍ય શ્રી સિદ્ધાર્થ શુક્‍લાએ આરડીસીને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

vartmanpravah

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment