January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: મૂળ સુરત ભેસ્‍તાન ઓમ પાટિયાનો પુજારી લાલ વિષેશર શાહ ઉવ 50 પારડી સ્‍વાધ્‍યાય મંડળ રોડ પર સર્કિટ હાઉસની પાછળ બચુભાઈની ચાલમાં છેલ્લા આઠ માસથી ભાડૂઆત તરીકે રહે છે. ગત તા.5 માર્ચના રોજ પૂજારીલાલ પોતાના રૂમે હાજર હતો ત્‍યારે ચાલ માલિક બચુભાઈનો પુત્ર રાજેશ ઉર્ફે રાજુ રાકેશ બચુભાઈ પટેલ આવ્‍યો હતો અને રૂમ ભાડા બાબતનો હિસાબ કર્યો હતો અને હિસાબ મુજબ સાડા છ હજાર રૂપિયા પૂજારીલાલે આપવાના હતા. તે સામે પૂજારીલાલે હાલ સગવડ નથી પાછળથી ભાડાના રૂપિયા આપીશ જણાવતા રાજેશ ઉર્ફે રાજુ ઉશ્‍કેરાઈ ગયો હતો અને આજે ભાડાના રૂપિયા લીધા વિના જવાનો નથી કહી બોલાચાલી શરૂ કરી હતી અને કોલર પકડીને ઢીક મુક્કીથી ભાડુઆતને માર માર્યો હતો અને હાથમાં પહેરેલ ધાતુનુ કડુ કાઢી ભાડુઆતને માથાના ભાગે માર્યું હતું જેથી ભાડુઆતને લોહી નીકળવા લાગ્‍યું હતું. જેને લઈ ભાડુઆત પારડી ઘ્‍ણ્‍ઘ્‍ ખાતે હોસ્‍પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને હોસ્‍પિટલના બિછાનેથી રૂમમાલિકના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડીમાં પ્રથમ વખત આયોજીત 68મી રાષ્‍ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટ 2024-25નું સમાપન

vartmanpravah

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં ભ્રષ્ટાચારના ફૂટી રહેલા નવા ફણગા

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment