Vartman Pravah
Breaking Newsસેલવાસ

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત ટૂર્નામેન્‍ટમાં વિવિધ આદિવાસી સમુદાયના ખેલાડીઓની ચપળતા, સ્‍ફુર્તિ અને દાવપેંચ નિહાળવા ઉમટતો માનવ મહેરામણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે શુક્રવારે દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા ખાનવેલ ખાતે આયોજીત કબડ્ડી ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાવ્‍યોહતો.
અત્રે નોંધનીય છે કે, ખાસ કરીને દાદરા નગર હવેલીના આદિવાસી સમુદાયમાં કબડ્ડીની રમત ખુબ જ લોકપ્રિય છે અને આ ટૂર્નામેન્‍ટમાં વિવિધ આદિવાસી સમુદાયના ખેલાડીઓની ચપળતા, સ્‍ફુર્તિ અને દાવપેંચ જોવા માટે પણ લોકો ઉમટી પડે છે.
આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત શ્રી મહેશભાઈ ગાવિત, શ્રી સંજયભાઈ રાઉત તથા શ્રી બી.એમ.માછી સહિત ખેલાડીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment