October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

  • ઠેર ઠેર ઉભા થયેલા ભંગારના તંબુના કારણે ફેલાતી ગંદકી અને અસામાજિક તત્ત્વોને મળતા પ્રોત્‍સાહન સામે પણ પગલા લેવા ગ્રામસભામાં વ્‍યક્‍ત થયેલો સૂર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
આજરોજ તારીખ 22.10.2021ના રોજ ભારત સરકારના આદેશ મુજબ પરમ પૂજ્‍ય મહાત્‍મા ગાંઘીજીની 152મી જન્‍મ જયંતિ ઉજવણીનાં ભાગરૂપે ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન’, ‘સબ કી યોજના સબ કા વિકાસ 2022-23’ના પ્‍લાનને મંજુર કરવા માટે કોમ્‍યુનીટી હોલ, ભીમપોર પંચાયત ઘર ખાતે સરપંચ શ્રી શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામજનોએ ગંદકી, પાણીનો ભરાવો તેમજ ઉદ્યોગો દ્વારા કાઢવામાં આવતા પ્રદુષિત પાણીનો મુદ્દો મુખ્‍ય રહ્યો હતો.
આ ગ્રામસભામાં ચિકન-મટનની દુકાનો દ્વારા ઠાલવવામાં આવતા જૈવિક કચરા સામે પણ ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્‍યો હતો અને ચિકન-મટનની દુકાનોને એક જ જગ્‍યાએ રાખવા પણ રજૂઆત થઈ હતી. ભંગારીયાઓ દ્વારા ફેલાવાતી ગંદકી તથા અસામાજિક પ્રવૃત્તિ સામે પણ બૂમ ઉઠી હતી. હાટબજાર દ્વારા ઉભા થયેલા ન્‍યુસન્‍સતેમજ અસામાજિક તત્ત્વોને મળતી ફાવટના કારણે તાત્‍કાલિક ધોરણે હાટબજાર બંધ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં પંચાયતી રાજ માત્ર શોભાના પૂતળા જેવું રહી જવા સાથે પંચાયતના સરપંચો પાસેથી છીનવી લેવામાં આવેલ સત્તાનો મુદ્દો પણ છવાયેલો રહ્યો હતો.
આ ઉપરાંત નીચે મુજબની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
(1) ફીઝીકલ-પ્રોગ્રેસ ર021-22ની ચર્ચા-વિચારણા કરવી (2) ફંડ યુટીલાયઝેશન અંગે ચર્ચા-વિચારણા કરવી (3) ચાલુ વર્ષની સ્‍કીમ એમ્‍પ્‍લીમેશનની ચર્ચા વિચારણા કરવી (4) ગ્રામ પંચાયત ડેવલોપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અંતર્ગત 29 સબ્‍જેક્‍ટ/સ્‍કીમ હેઠળ કરવામાં આવનાર વિકાસના કામોને ચર્ચા-વિચારણા કરીને મંજુર કરવા અંગે (5) સ્‍વામિત્‍વ યોજના અંગે ચર્ચા કરવી (6) પ્રમુખ સ્‍થાનેથી મંજુર કરવામાં આવનાર અન્‍ય કામો(7) ગ્રામજનો તરફથી હાટ બજાર બંધ કરવા, લાઈટ બિલમાં એનર્જી ચાર્જ, પાણીના બીલ અને કનેક્‍શન, પોલ્‍ટ્રી શોપ ન્‍યુસન્‍સ, અંગેના અનેક મુદ્દાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ છીબાભાઈ પટેલ, દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા, સરપંચ શ્રી શાંતુભાઈ એચ. પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી યોગેશભાઈ જગુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના આસિસ્‍ટન્‍ટએન્‍જિનીયર શ્રી સંદીપ તંબોલી, પંચાયત સેક્રેટરી શ્રી ઉજ્જવલ જે. વડવી, ઉપ સરપંચ શ્રીમતી રંજીતાબેન એ.પટેલ સહિત પંચાયતના સભ્‍યો તથા ગામના આગેવાન શ્રીમતી સુધાબેન, શ્રી ચિરાગભાઈ, શ્રીમતી કલ્‍પનાબેન, શ્રી જીગરભાઈ, શ્રીમતી મંજુલાબેન, શ્રીમતી રીનાબેન, શ્રીમતી લક્ષ્મીબેન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

વાપીના ભિલાડથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકને પોલીસે ડ્રોનની મદદથી વાપી સીઈટીપી પાસે ઝાડીમાંથી શોધી કાઢયો

vartmanpravah

મધ્‍યપ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્‍થાને સ્‍થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના રુદાના પંચાયતમાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment