Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: ઉમરગામ તાલુકાના તડગામ વાવર ફળિયા ખાતે રહેતો જીગ્નેશ વસંતભાઈ ધોડી ઉંમર વર્ષ 23 સરીગામની જેબીએફ કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો.
તારીખ 20.03.2023 ના રોજ કંપનીમાંથી રજા લઈ જીગ્નેશ પોતાની યુનિકોન મોટરસાયકલ નંબર જીજે 15 બીએમ 8257 લઈ બગવાડાથી ઉદવાડા રેલવે ટ્રેક પર સાઇડે પોતાની મોટર સાયકલ પાર્ક કરી મુંબઈ થી સુરત જવાના ડાઉન રેલવે લાઈન પર કોઈ ટ્રેન અડફેટે ઝંપલાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી.
બનાવની જાણ વાપી પોલીસે જીગ્નેશના ભાઈ કૌશિકને કરતા કૌશિક તથા અન્‍ય સગાઓ બનાવના સ્‍થળે દોડી આવી ગંભીર રીતે કમર તથા માથાના ભાગે ઈજા થતા મરણ પામેલ જીગ્નેશને પીએમ માટે ઓરવાડ સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જઈ આ બનાવ અંગેની જાહેરાત પારડી પોલીસ સ્‍ટેશન આપી હતી.

Related posts

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

Leave a Comment