September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

વાપી, પારડી અને ઉમરગામ તાલુકાના અરજકર્તાઓ લાભ લઈ શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લા સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલ એસોસિએશન અને સેલ્‍યુટ તિરંગાના ઉપક્રમે વાપીની શ્રી ક્રિષ્‍ના ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ગુંજન જીઆઈડીસી વાપી ખાતે વાપી, પારડી અને ઉમરગામ તાલુકાના લાભાર્થીઓ માટે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન તારીખ 22-3-20023 ને બુધવારના રોજ સાંજે 4 કલાકે કરવામાં આવ્‍યું છે. આ સેમિનારમાં માર્ગદર્શક અને વક્‍તા તરીકે શ્રી બિમલભાઈ એન. ચૌહાણ પ્રમુખશ્રી, ઓબીસી મોરચા વાપી નોટિફાઈડ ઉપસ્‍થિત રહેશે તથા મુખ્‍ય મહેમાન તરીકે વિવેકભાઈ ગઢવી નાયબ મામલતદાર વાપી ખાસ ઉપસ્‍થિત રહેશે. આ સેમિનારમાં લાભ લેવા માટે વાપી, પારડી અને ઉમરગામ તાલુકાનાં તમામ મંડળ અને સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલના સ્‍ટાફ સંચાલકો હાજર રહેશે સેમિનારમાં હાજરી આપતી વખતે સાથે આધારકાર્ડ, આવકનો દાખલો, મામલતદાર ઓફિસમાંથી મેળવેલ તથા રાશનકાર્ડની ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે એવી અખબારી યાદી આપતા વલસાડ જિલ્લા સેલ ફાઈનાન્‍સ સ્‍કૂલ એસોસિએશનના અધ્‍યક્ષ શાષાી કપિલ જીવનદાસજી તથા પ્રમુખ શ્રી કુશ સાકરીયાએસંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah

Leave a Comment