Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉમરગામમાં નાની બાળકી સાથે બનેલી દુષ્‍કર્મની ઘટનામાં પોલીસ દ્વારા ત્‍વરિત ચાર્જશીટ દાખલ કરી કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં માધ્‍યમથી ગુનેગારને દાખલારૂપ સજા મળે એ માટે રાજ્‍યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને જિલ્લા ભાજપ દ્વારા રજૂઆત કરાઈ હતી.
ઉમરગામમાં નાની બાળકી સાથે બનેલી દુષ્‍કર્મના જધન્‍ય ઘટનાના પગલે વલસાડ જિલ્લા ભાજપ સંગઠન લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા સતત આ અંગે ગુનાહની સંવેદનશીલતા દાખવી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે સંપર્કમાં રહી પીડિતા બાળકીના પરિવારને તાત્‍કાલિક ન્‍યાય મળે તે માટતે ચિંતન અને પ્રયત્‍ન કરી રહી છે. આજરોજ ગુજરાત રાજ્‍યના ગૃહરાજ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનીલોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા રૂબરૂ મુલાકાત કરી જિલ્લા પોલીસ દ્વારા સાત દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેમજ આ કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટના માધ્‍યમથી ચલાવીને આ જધન્‍ય કળત્‍ય કરનાર આરોપીને સખતમાં સખત અને દાખલા રૂપ સજા મળે તે માટે રજૂઆત કરી હતી, આ અંગે ગૃહરાજ્‍ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે ત્‍વરિત સમય ગાળામાં આ જધન્‍ય કળત્‍ય કરનાર આરોપીને ન્‍યાયતંત્ર દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવશે.

Related posts

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment