January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

બીચ બોક્‍સિંગ, બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, સી સ્‍વિમિંગ, પેંચક સિલાટ, મલ્લખંભ, ટગ ઓફ વોર જેવી રમતો માટે ખેલાડીઓની કરાયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન જાન્‍યુઆરી 2024માં રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. અત્રે યાદ રહે કે, ભારતમાં બીચ રમતોની આ પ્રથમ ઈવેન્‍ટ હશે. આ ઈવેન્‍ટનો હેતુ વિવિધ બીચ રમતોને પ્રોત્‍સાહન આપવાનો છે.
આ સંદર્ભે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ, કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગે દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023માં ભાગ લેવા માટે યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી.ના માર્ગદર્શનહેઠળ અને રમતગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી 6ઠ્ઠી નવેમ્‍બરે મોટી દમણના લાઇટ હાઉસ(દીવાદાંડી) બીચ, ખાતે દમણ જિલ્લાના ખેલાડીઓ માટે અને આજે 7 નવેમ્‍બરે દાદરા નગર હવેલી જિલ્લાના ખેલાડીઓ માટે જિલ્લા સ્‍તરીય પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાના ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પસંદગી પ્રક્રિયામાં બીચ બોક્‍સિંગ, બીચ સોકર, બીચ વૉલીબોલ, બીચ કબડ્ડી, સી સ્‍વિમિંગ, પેંચક સિલાટ, મલ્લખંભ, ટગ ઓફ વોર આ રમતોમાં ખેલાડીઓની પસંદગી દમણ અને દીવ બીચ રમતોત્‍સવ -2023માં ભાગ લેવા માટે કરવામાં આવી હતી. સંઘપ્રદેશના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા આ પસંદ કરાયેલા ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખારવા માટે અને આ ખેલાડીઓ દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023માં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ અને પ્રદેશનું ગૌરવ વધારી શકે તે ધ્‍યાનમાં રાખીને, વિભાગ દ્વારા પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સઘન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં રમતગમતના નિષ્‍ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.

Related posts

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

વાપી ભડકમોરા રોડ ઉપર જીપ ચાલકે અન્‍ય વાહનોને ટક્કર મારતા અકસ્‍માત : બે ઘાયલ

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

vartmanpravah

પારડીના રેંટલાવ ખાતે ભરબપોરે આશરે બે લાખ રૂપિયાની ચોરી: અજાણ્‍યા બે ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ

vartmanpravah

Leave a Comment