Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
(મહેન્‍દ્ર યાદવ દ્વારા)
વલસાડ, તા.16
દેશના યશસ્‍વી વડાપ્રધાનઆદરણીય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17મી સપ્‍ટેમ્‍બર ના રોજ વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્‍યમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે ઉજવણી કરવાના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય પ્રમુખશ્રી શ્રી સી.આર. પાટીલજી તેમજ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી આદરણીય શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની સૂચના અને માર્ગદર્શન મૂજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં આવતીકાલ તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ આદરણીય વડાપ્રધાનશ્રીના જન્‍મદિન નિમિત્તે યોજાનાર અનેક સેવાકીય કાર્યક્રમ અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી. આ સાથે જ પાર્ટી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે તારીખ 17 સપ્‍ટેમ્‍બરથી 2 જી ઓક્‍ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર વલસાડ જિલ્લામાં અનેક કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે અંગે વિગતવાર માહિતીઓ આપતા શ્રી હેમંતભાઈએ જણાવ્‍યું હતું કે તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વલસાડ, પારડી, ધરમપુર અને ભીલાડ ખાતે વિવિધ સેવાકીય, સામાજિક સંસ્‍થાઓ સાથે મળીબ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે તેમજ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વલસાડ તાલુકાના રોલા ગામ ખાતે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની 72 મી વર્ષગાંઠ નિમિત્તે 72 મહિલાઓ પાસે રક્‍તદાન કરાવવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું, આ સાથે આવતીકાલના રોજ વલસાડ ખાતે વિવિધ સંસ્‍થાઓ સાથે મળીને બીચ ક્‍લિનિંગ અભિયાનનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યું છે, તેમજ, ધરમપુરના વિલ્‍સન હીલ ખાતે મોદીજી રંગોળી બનવવા આવનાર છે, સાથે આઈ કેમ્‍પ, હોસ્‍પિટલોમાં ફ્રુટ વિતરણ કરવાનો કાર્યક્રમો કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડિપાડા ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ 21 મી સપ્‍ટેમ્‍બરના રોજ વલસાડ જિલ્લાના તમામ મંડળો ખાતે ભારતીય જનતા પાર્ટી જિલ્લા ડોક્‍ટર સેલ દ્વારા તેમજ જિલ્લા મહિલા મોરચા દ્વારા 14 થી 17 વર્ષની દીકરીઓ માટે હિમોગ્‍લોબિન ચેકઅપ કેમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તમામ મંડળ દીઠ ઓછામાં ઓછી 100 દીકરીઓની તપાસણી કરવામાં આવશે. આ સાથે જ તારીખ 20 મી સપ્‍ટેમ્‍બરના રોજ પ્રદેશ કિસાન મોરચાના દ્વારા દરેકજિલ્લાઓમાં ‘‘નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે. પી. નડાજી લીલી ઝંડી બતાવી ‘‘ઇ બાઇક” ને પ્રસ્‍થાન કરાવશે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પાંચ વિધાનસભા દીઠ દરેક વિધાનસભામાં એક ઇ બાઇક નું પ્રસ્‍થાન જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, સંસદસભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રીઓ કરાવશે. આ ઇ બાઈકમાં એલઇડી સ્‍ક્રીન ઉપર કેન્‍દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા કિસાન લક્ષી તમામ યોજનાઓની વિસ્‍તૃત માહિતીઓ આપવામાં આવશે. ઈ બાઈક વલસાડ જિલ્લાના 468 ગામોમાં ફરનારી છે જે માટે દરેક ગામમાં સંયોજકની પણ નિમણૂક કરવામાં આવી છે. તારીખ 25 સપ્‍ટેમ્‍બર જનસંઘના સ્‍થાપક પંડિત દીન દયાળજીની જન્‍મજયંતી નિમિત્તે દરેક મંડળ દીઠ પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાશે અને ધરમપુર, કપરાડા, ઉમરગામ તાલુકામાં ‘‘મેગા મેડિકલ કેમ્‍પ” નું આયોજન કરાશે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ ને નિઃશુલ્‍ક દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રીજીના ‘‘મન કી બાત” કાર્યક્રમ ટીફીન બેઠક સાથે યોજાશે, તેમજ તારીખ 2 ઓક્‍ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ખાધી ગ્રામોદ્યોગ ખાતે જઈ ખાદીની ખરીદી કરવા સાથે અન્‍ય કાર્યક્રમો યોજાશે. આ સાથે જ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તારીખ 17 થી 2જી ઓક્‍ટોબરદરમ્‍યાન ‘‘રન ફોર ડેવેલપમેન્‍ટ મેરેથોન” નું દરેક વિધાનસભા દીઠ આયોજન કરવામાં આવશે.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મીડિયા કન્‍વીનર શ્રી દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી અલકાબેન દેસાઈ, ભાજપ કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ હિતેશભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહલભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
—–

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગથી દાનહ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર’ યોજના અંતર્ગત સ્‍વયંસેવકોને બે દિવસની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment