Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

ધરમપુરના નડગધરી ગામે પ્‍લાન્‍ટેશન કરવાના વન વિભાગે કરેલા નિર્ણય અંગે પીછેહટ કરીઃ ગ્રામસભાએ કરેલા ઠરાવોને વનવિભાગે અંતે સ્‍વીકાર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી સમાજ આઝાદી પછી પણ પોતાના હક્કો માંગવા પડે છે. અનેક આંદોલન રેલીઓ આવેદનપત્ર આપવા પડે છે. આજે બંધારણ હક્ક મુજબ આજે પુરવાર કરી બતાવ્‍યું છે કે ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ન લોકસભા ન વિધાનસભા સબસે ઉપર ગ્રામસભા ફોરેસ્‍ટ વિભાગની પ્‍લાન્‍ટેસન કરવાની કામગીરી બાબતે ખાસ રૂઢિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અને રૂઢિગ્રામ સભા દ્વારા ગામના હિતમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્‍યા અને કહેવામાં આવ્‍યું કે,આદિવાસીઓ વર્ષોથી જળ જંગલ અને જમીનનું રક્ષણ કરતા આવ્‍યા છીએ અને 5 મી અનુસૂચિ વિસ્‍તારમાં જળ જંગલ જમીનનો માલિક આદિવસી છે. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા જે આદિવસીઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. એ જમીન પર પ્‍લાન્‍ટેસન કરવાની વાત કરે છે. એ અમને સ્‍વીકાર્ય નથી અને જે બાબતે ફોરેસ્‍ટના અધિકારીઓ દ્વારા પણ ગ્રામ સભામાં લેવામાં આવેલ તમામ નિર્ણયો (ઠરાવો) માન્‍ય રાખવામાં આવ્‍યા.
જ્‍યાં મોટી સંખ્‍યામાં ગામના લોકો, ગામના સરપંચ ચિંતીબેનના અધ્‍યક્ષ સ્‍થાને મહારૂઢિ ગ્રામસભા આયોજન કરવામાં આવ્‍યું હતું.
મહારૂઢિ ગ્રામસભા ધરમપુર તાલુકાના આદિવાસી અપક્ષ સદસ્‍ય કલ્‍પેશ પટેલ, વાંસદા અને ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલ મહારૂઢિ ગ્રામસભાના અધ્‍યક્ષ રમેશભાઈ પટેલ, પાર તાપી રિવરલિંક પ્રોજેકટ સંઘર્ષ સમિતિ પ્રમુખ બારકુંભાઈ, બોપી ગામના માજી સરપંચ નવસુભાઈ, વાંકલ ગામના રાકેશભાઈ, ધર્મેશભાઈ અને સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે સહકાર આપનાર મીડિયાના તમામ મિત્રો, પોલીસ સ્‍ટાફના તમામ મિત્રો, ફોરેસ્‍ટ વિભાગના તમામ મિત્રોનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્‍યાણ મેળો ફળ્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah

Leave a Comment