Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાદરા નગર હવેલીના નરોલી પંચાયતને ભીલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝના અધિકારીઓ દ્વારા મોક્ષ રથની ભેટ આપવામાં આવી હતી જેની ચાવી કલેક્‍ટરશ્રીને સોપવામાં આવી હતી. જે સંદર્ભે આજે ઉદ્‌ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભિલોસા કંપનીના સિનિયર વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી પ્રશાંત જગતાપે મોક્ષ રથને લોકોના ઉપયોગ હેતુ કલેક્‍ટરશ્રીને સુપ્રદકરવામાં આવ્‍યો હતો અને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ગામના સરપંચ લીલાબેન પટેલને અર્પણ કર્યો હતો.
આ અવસરે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની ભેટ કરવા બદલ ભીલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝની સરાહના કરી હતી અને જણાવ્‍યું હતું કે, આ મોક્ષ રથ ફક્‍ત નરોલી પંચાયત વિસ્‍તાર પુરતો જ નહિ પરંતુ નરોલી બહાર અન્‍ય ગામના લોકોને પણ ઉપયોગી બનશે. આ અવસરે કલેક્‍ટર ભાનુ પ્રભા ઉપરાંત દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, સરપંચ લીલાબેન પટેલ, પંચાયતના સભ્‍યો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment