Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

નવિન રોડો બનાવવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરાયા બાદ મંથર ગતિએ ચાલતી કામગીરીઓ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: છેલ્લા કેટલાક દિવસોથી વાપીમાં જ્‍યાં જુઓ ત્‍યાં નવા રોડની કામગીરી સાગમટે ચાલી રહી છે. પરિણામે ટ્રાફિકથી લઈ અનેક સમસ્‍યાઓની રોજીંદી ભેટ મળીરહી છે. જો કે વિકાસ કાર્ય ચાલી રહ્યા હોવાથી લોકો તમામ મોરચે સમાધાન કરી અગવડ સગવડને વેઠી રહ્યા છે. પરંતુ નવિન રોડોની કામગીરી ક્‍યાંક મુસિબતો પણ ભેટ આપી રહી છે. તેમાં પ્રથમ નંબરે ચણોદ-કરવડનો બની રહેલ નવિન રોડની કામગીરી લોકો માટે માથાનો દુઃખાવો પુરવાર થઈ રહ્યો છે.
વાપી વિસ્‍તારમાં મોટાભાગના રોડો પૈકી ભાગ્‍યે જ કોઈ રોડ એવો હશે કે ત્‍યાં રોડ બનાવવાની કામગીરી ચાલતી ના હોય તેમાં પ્રમુખ કામગીરી તો વાપીનો આર.ઓ.બી., બીજી કામગીરી બલીઠા પુલથી વૈશાલી ચોકડી વચ્‍ચે નેશનલ હાઈવે ઓથોરીટી જુના રોડ તોડી પહોળો-નવો હાઈવે રોડ બનાવી રહી છે. કોપરલી રોડ ઉપર પણ ડિવાઈડરની કામગીરી ચાલી રહી છે. ચાર રસ્‍તાથી ચણોદ, ડુંગરા આર.સી.સી. રોડ તેમજ ચણોદથી કરવડ સ્‍ટેટ હાઈવે ઉપરની પણ કામગીરી હાલમાં ચાલી રહી છે. તમામ રોડો પૈકી કરવડ રોડની કામગીરી પ્રારંભ બાદ અચાનક ઠપ કે દેખાવ પુરતી ચાલી રહી છે. તેથી સ્‍થાનિક હજારો વાહન ચાલકો, લોકો અને વેપારીઓ હાલમાં પારાવાર મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

vartmanpravah

Leave a Comment