(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ગુજરાત અંતર્ગત “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ૯૯ દિવસમાં ૬૦૦૦ કિલોમીટર મેરેથોન દોડી રહેલ શ્રી રૂપેશભાઈ મકવાણાનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજી, કેમ્પસ એકેડમીક ડિરેક્ટર ડો. શૈલેષ વી લુહાર, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે તથા ગુજરાત બોર્ડ ઈંગ્લીશ મિડીયમના આચાર્યશ્રી શ્રીમતિ આશાબેન દામા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રૂપેશભાઈ મકવાણા જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે જેમનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને જાગૃત કરવા માટે મિશન પર નીકળ્યા છે જે આજની યુવા પેઢીને એવા ચાર રાક્ષસ થી ઘેરાયેલ છે જે યુવાનોને ખોખલી બનાવી રહ્યા છે, જેવી કે મોબાઇલની લત, વ્યસન, ડિપ્રેશન, પ્રેમ જેણે યુવાનોને ઘેરી લીધા છે તેનાથી બચવા માટે સ્પોર્ટ્સ,ધ્યાન અને વાંચન એક ઉત્તમ રસ્તો છે એમ સમજાવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજીએ યુવાનોને રૂપેશભાઈ મકવાણાની વાતને ગંભીરતાથી પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા હતા અને સ્વાસ્થ્ય માટે જાગૃત થવાનું જણાવ્યું હતું. તદુપરાંત શ્રી રૂપેશભાઈ મકવાણાને એમનું કાર્ય સફળતાથી પૂર્ણ થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાની દરેક શાળા અને કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમના કોર્ડીનેટર ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર પ્રિયંક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાબ્દિક સંચાલન એક્ટિવિટી ઇન્ચાર્જ જ્યોતિબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી,પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, આચાર્યશ્રી શ્રીમતિ આશાબેન દામા અને તમામ સ્ટાફે શ્રી રૂપેશભાઈ મકવાણા અને તેમના ટીમ મેમ્બરને અભિનંદન પાઠવ્યા હતા.