કેબિનેટ નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોના શુભ હસ્તે ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા તા.29, 30 અને 01મે શનિ, રવિ અને સોમ ત્રણ દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે 5:00 કલાકે વી.સી.સી. ગ્રાઉન્ડ નગરપાલિકા પાસે ટૂર્નામેન્ટનો ઓપનિંગ સેરેમની યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક રાજ્યના કેબિનેટ નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને મહાનુભાવોએ ટૂર્નામેન્ટનું દબદબાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું.
આપ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપીના વિકાસના વિવિધ પ્રોજેક્ટની માહિતી આપી હતી તેમજ પત્રકારોને ક્રિકેટ મેચના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે એસ.પી. ડો.રાજદીપ ઝાપા, તા.04 મેના રોજ વાપી સી.એમ.ની મુલાકાત અંતર્ગત વ્યસ્ત હોવાથી ઉપસ્થિત રહી નહોતા શક્યા પરંતુ તેમણે શુભેચ્છા પાઠવી આપી હતી. અન્ય વિશિષ્ઠ મહાનુભાવોમાં સલવાવ ગુરૂકુળના પૂ.કપિલ સ્વામી, પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, નોટીફાઈડ ચેરમેન સતિષભાઈ પટેલ, વરિષ્ઠ પત્રકાર મુકેશભાઈ દેસાઈ, પ્રવિણસિંહ પરમાર, વિકાસ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આયોજનની સરાહના કરી હતી. ટૂર્નામેન્ટમાં સ્થાનિક વાપીની 20 ટીમો ભાગ લઈ રહી છે. ચેમ્પિયન ટીમને 25 હજાર અને રનર્સઅપ ટીમને 15 હજારનો રોકડ પુરસ્કાર એનાયત થશે આવતીકાલ તા.01 મેના રોજ વી.સી.સી. ગ્રાઉન્ડ ઉપર પ્રાઈઝ ડિસ્ટીબ્યુશન સેરેમની સાંજના 6:00 કલાકે યોજાનાર છે.