(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના નરોલી ખાતે હવેલી ફળિયામાં આવેલ 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો જીર્ણોદ્ધાર ચૌહાણ પરિવાર દ્વારાભાવભક્તિ અને ઉત્સાહ સાથે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૌરાણિક માન્યતા મુજબ 300 વર્ષ પહેલા ચૌહાણ પરિવારની એક દિકરી સતી થતાં તેની પુનિત યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. પહેલા અહીં લાકડાની મૂર્તિનું પૂજન કરાતું હતું. ચૌહાણ પરિવાર દ્વારા મંદિરના જીર્ણોદ્ધારની પૂજા દરમિયાન કુળદેવી મા કાલિકા, ગણેશજી, હનુમાનજીની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પૂજા બાદ ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
Previous post