Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને દુનિયામાં નવી ઓળખાણ મળી છે. પ્રદેશની મુક્‍તિ બાદ પહેલી વખત વિકાસ માટે ઈમાનદારીથી પ્રયાસ થયો છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, તેમના આગમન બાદ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. તેમણે મેડિકલ કોલેજ, એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, રીંગરોડ સહિતના અનેક વિકાસના કામો ગણાવ્‍યા હતા.
પ્રારંભમાં સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ અને નાણાં વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં કાર્યક્રમની પ્રસ્‍તાવના રજૂ કરી હતી.

Related posts

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment