October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 29
રાનકુવા ગામે ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહતનો માહોલ સર્જાવા પામ્‍યો હતો. રાનકુવા,કુકેરી તેમજ ફડવેલ ગામે છેલ્લા એક સપ્તાહમાં દીપડાએ 5થી વધુ મૂંગા પશુઓના શિકાર કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્‍યો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના રાનકુવા ગામના બે દિવસ પૂર્વે જ દીપડાએ ત્રણ જેટલી બકરીનો શિકાર કર્યો હતો. ત્‍યારે તાલુકાના કુકેરી ગામના મોચી ફળીયા ખાતે રહેતા શ્રી શંકરભાઈ મંગુભાઈ પટેલના ઘરની પાસે બાંધેલ અઢી વર્ષીય બકરાનું વન્‍યપ્રાણી દીપડાએ મારણ કરતા બનાવની જાણ ચીખલી વન વિભાગને કરાતા આર.એફ.ઓ-વાઘેલા સહિત વાઈલ્‍ડ લાઈફ વેલફેર ફાઉન્‍ડેશન નવસારીની ટીમ ઘટના સ્‍થળે જઈ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment