October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

ખાડીપાડા વિસ્‍તારમાં છેલ્લા ઘણાં દાયકાઓથી પાકો રોડ નહીં બન્‍યો હોવાની ઉઠેલી ફરિયાદઃ રોડના નિર્માણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત કરવા આપેલો સધિયારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા શ્રી સની ભીમરાએ ખરડપાડા ગ્રામ પંચાયતના ખાડીપાડા વિસ્‍તારની મુલાકાત લઈ ગામલોકોની સમસ્‍યાથી રૂબરૂ થયા હતા.
ખાડીપાડા વિસ્‍તારના ગામલોકોએ જણાવ્‍યું હતું કે, દાયકાઓથી તેઓ પાકા રસ્‍તાની રાહ જોઈ રહ્યા છે. પાકો રસ્‍તો નહીં હોવાથી વરસાદના સમયે પડતી તકલીફની જાણકારી પણ શ્રી સની ભીમરાને ગામલોકોએ આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ વરસાદના સમયમાં શાળાએ જવા પડતી મુશ્‍કેલીનો ચિતાર પણ આપ્‍યો હતો.
યુવા નેતા શ્રી સની ભીમરાએ ગામલોકોની વાતો સાંભળી તેના નિરાકરણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત કરવાનો સધિયારો આપ્‍યો હતો. શ્રી સની ભીમરાની સાથે તેમની ટીમના કાર્યકરો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

Leave a Comment