Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

માનવતાના ધોરણે હોસ્‍પિટલ પહોંચાડી તમામ સેવા ચાકરી કરી રહ્યા છે વાડી માલિક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડી તાલુકાના કીકરલા ગામે સડક ફળિયામાં આવેલી વિહંગ જોશીની વાડીમાં રહેતા અને કેળાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મૂળ યૂ.પી.ના મહેંદ્રભાઈ ગુરાહુ સહાની ઉ.વ. 71 ગત સોમવારના રોજ રાતે સવા નવેક વાગ્‍યે વાડીમાંથી ચાલતા રેટલાવ ગામ તરફ જવા કિકરલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્‍યારે તેમના પાછળથી પૂરપાટ ઝડપે આવેલી સ્‍પ્‍લેન્‍ડર બાઈક નં.જીજે-15-બીપી-8616 ના ચાલકે ચાલતા મહેંદ્રભાઈને પાછળથી ઉડાવી દેતા મહેન્‍દ્રભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બન્‍યા હતા અને તેઓનેપહોંચેલી ઈજાને પગલે ઘટના સ્‍થળે અર્ધ બેભાન થઈ ગયા હતા. આ બાબતની જાણ થતાં વાડી માલિક વિહંગ જોશી ઘટના સ્‍થળે દોડી જઈ સારવાર માટે પ્રથમ મોહન દયાળ હોસ્‍પિટલ લાવી દાખલ કર્યા હતા. વધુ સારવારની જરૂર પડતાં તેમને વાપી હરિયા હોસ્‍પિટલ લઈ જવાયા હતા. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્‍યું છે. મહેન્‍દ્રભાઈ છેલ્લા 10 થી 12 કેળા વેચી એકલા રહેતા આવ્‍યા છે. એકલા રહેતા હોવાથી વાડી માલિક તેમના પાસે રહેવાનું ભાડું પણ વસુલતા ન હતા. હાલ તેમના પરિવારજનો તેમની પાસે નથી પરંતુ માનવતાના ધોરણ વાડી માલિક વિહંગ જોશી તેમને હોસ્‍પિટલ પહોંચાડી સેવા ચાકરી સાથે તમામ ખર્ચ ઉપાડી રહ્યા છે.

Related posts

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

દમણના બે રીક્ષા ચાલકોનો દારૂ હેરાફેરીનો ગજબનો કિમીયોઃ નવા હૂડ નીચે દારૂની બાટલી સંતાડી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment