Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

અનેક પ્રશ્નો શાસક પક્ષને ઘેરતો કોંગ્રેસ: ફરી એક વખત વિવાદમાં આવતા ચીફઓફિસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: આજરોજ તારીખ 29-10-2022 ના રોજ પારડી નગરપાલિકા ખાતે 2.5 વર્ષના શાસનની છેલ્લી સામાન્‍ય સભા મળી હતી. વિધાનસભાની ચૂંટણીઓની સાથે સાથે પારડી નગરપાલિકાની પણ અઢી વર્ષની સમયગાળાની સમય મર્યાદા પૂર્ણ થતી હોય ટૂંક જ સમયમાં આચારસંહિતા લાગુ થતાં આજની આ સામાન્‍ય સભા છેલ્લી હતી, હવે પછી વિધાનસભાની ચૂંટણીઓ બાદ તરત જ પારડી નગરપાલિકાની પણ મહિલા એસટીની પ્રમુખ સાથે ચૂંટણીઓ યોજાશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ખૂબ સારો દેખાવ કરી 28 માંથી 14 થી તો હાંસલ કરતા ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળતા ફરી એક વખત ભાગ્‍યએ સાથ આપતા ભાજપે સતત 22 માં વર્ષે પાલિકામાં સત્તા હાંસલ કરી હતી. અઢી વર્ષના શાસન બાદ ફરી એક વખત આવેલ પ્રમુખની દાવેદારીમાં ભારે કશ્‍મકસ બાદ ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરતા સામાન્‍ય પ્રમુખ પદના પ્રમુખ માટે એસસી એવા હસુભાઈ રાઠોડને પ્રમુખ બનાવી બે વાંદરાની લડાઈમાં બિલાડી જીતે એવો માહોલ સર્જાયો હતો અને તે દિવસથી પારડી નગરપાલિકાની અધોગતિ સર્જાઈ એમ કહીએ તો વધુ નથી. ગત અઢી વર્ષ દરમિયાન પ્રમુખ હસુભાઈ રાઠોડે પારડી નગર માટે કોઈ આંખે ઉડીને વળગે એવા એક પણ કામો કર્યાનથી અને સતત દરેક સામાન્‍ય સભામાં વિપક્ષ તથા પોતાના જ શાસક પક્ષના સદસ્‍ય દ્વારા ઘેરાતા રહ્યા છે જેને લઇ હવે પછી પાલિકામાં કોંગ્રેસ પોતાની સત્તા હાંસલ કરે તો નવાઈ નહીં. આમ પણ છેલ્લા 25 વર્ષથી એકધારા ભાજપના શાસનથી કંટાળી ગયેલ પ્રજા આ વખતે કોંગ્રેસને સત્તા સોંપશે પરંતુ આ હારનું ઠીકરૂ નાકામયાબ એવા હાલના પ્રમુખ હસુભાઈ રાઠોડના માથે ફોડવામાં આવશે.
આજરોજ તારીખ 29-10-2022 ના રોજ નગરપાલિકા સભાખંડમાં યોજાયેલી સામાન્‍ય સભામાં પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અનેક મુદ્દે પ્રમુખ તથા ચીફ ઓફિસરને અનેક પ્રશ્નો તથા બીજી તરફ શાસક પક્ષના પણ કેટલાક સભ્‍યોએ સાથ પુરાવતા પ્રમુખ અને ચીફ ઓફિસર તેનો કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા સામાન્‍ય સભામાં છબીલા પડી ગયા હતા.
લોકોએ પોતાના પ્રશ્નો પાલિકામાં રજૂ કરવા માટે પોતાના વોર્ડના સદસ્‍યોને ચૂટીને નગરપાલિકા ખાતે મોકલતા હોય છે પરંતુ લોકોના પ્રશ્નો લઈને સદસ્‍યો જ્‍યારે સરકાર દ્વારા નિયુક્‍ત ચીફ ઓફિસરને આ પ્રશ્નોની રજૂઆત કરાતા પ્રશ્નો દૂર કરવાની વાત તો બાજુએ રહી પરંતુ ચીફ ઓફિસર મળવાની પણ ના કહી દેતા લોકોના પ્રશ્નો ત્‍યાંના ત્‍યાં જ રહી જવા પામ્‍યા છે. એક સમયે તો આજની સામાન્‍ય સભામાં ચીફ ઓફિસરે વોર્ડ નંબર પાંચના સદસ્‍ય દિલીપભાઈપટેલને તમે મને પ્રશ્ન પૂછી શકો નહીં એવું કહેતા સામાન્‍ય સભામાં પડી ગયો હતો જ્‍યારે કોઈપણ પ્રશ્ન કે નગરના વિકાસ માટે જરૂરી કોઈ પણ ચર્ચા ના જવાબ પ્રમુખ તથા ચીફ ઓફિસર બંધાયેલા છે પરંતુ નગરના વિકાસ કામો લોકો સમક્ષ રજૂ કરવાના બદલે ચાલુ સભામાં મોબાઈલમાં ચેટીંગ કરવામાં મશગૂલ હતા. આમ ફરી એક વખત ચીફ ઓફિસર આ સામાન્‍ય સભામાં પણ વિવાદમાં આવ્‍યા હતા.
કર્મચારીઓની ભરતી, ગેરકાયદેસર બાંધકામો, રોડના કામો, ડ્રેનેજ, ગેરકાયદેસર રીતે પાલિકાના કર્મચારીઓ તથા સદસ્‍ય દ્વારા લઈ ગયેલ જુના પેપર બ્‍લોકો, વગર પરવાનગીએ બાંધી દીધેલ મોબાઈલ ટાવર, તળાવની પાળ પર ગેરકાયદેસર ધમધમતી દુકાનો તથા અન્‍ય ગામોમાંથી આવતો કચરાના ટ્રેક્‍ટરો જેવા અનેક મુદ્દાઓને લઈ વિપક્ષના નેતા ગુરમીતસિંહ, બીપીનભાઈ પટેલ, દિલીપ પટેલ, જીતુભાઈ ભંડારીએ પ્રમુખ તથા ચીફ ઓફિસરોને પર હાવી થઈ એમને ઘેરી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને ચોરીને આક્ષેપો કર્યા હતા.
જ્‍યારે બીજી તરફ શાસક પક્ષના ખૂબ જ સિનિયર એવા પાલિકા સદસ્‍ય દેવેનભાઈ શાહે પણ ઠરાવ ના ઠરાવ જ રહી જાય છે પરંતુ કોઈ વિકાસના કામો થતા નહીં હોવાનો પ્રમુખ અને ચીફ ઓફિસરને સીધા જવાબદાર ગણાવ્‍યા હતા.
પારડી નગરપાલિકા ભાજપ શહેર પ્રમુખ અનેનગરપાલિકા સદસ્‍ય રાજેશભાઈ પટેલે અન્‍ય કેટલાક સદસ્‍યો ફક્‍ત સેટિંગ કરવા માટે ખોટી ખોટી અરજીઓ કરતા હોવાનું જણાવ્‍યું હતું જ્‍યારે બીજી તરફ શાસક પક્ષના સદસ્‍ય અલી અન્‍સારી અને ચીફ ઓફિસર વચ્‍ચેની નારાજગી પણ જગ જાહેર બની હતી.
આમ મેરેથોન ચાલેલી આ છેલ્લી સામાન્‍ય સભા બાદ પાલિકાના કર્મચારી ઈમ્‍તિયાઝભાઈના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા વિદાય સમારંભમાં પહોંચી વિદાય સમારંભમાં સર્વ સદસ્‍યો તથા પ્રમુખે ઈમ્‍તિયાઝભાઈને તેઓ કરેલી વર્ષોની કામગીરીને બિરદાવી વિદાય આપી હતી.
—-

Related posts

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

vartmanpravah

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

Leave a Comment