Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમજીવી પરિવારો માટે આશીર્વાદરૂપ બનેલ ભીમપોરની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઃ 4 વર્ષમાં બે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અને 19 વિદ્યાર્થીઓ વિવિધ ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્‍યના સપનાને સાકાર કરી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા, ભીમપોરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખુબ જ આશાસ્‍પદ રહેવા પામ્‍યું છે. 17 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આપેલી પરીક્ષામાં માત્ર 1 વિદ્યાર્થી ફેલ થતાં શાળાનું કુલ 94.12 ટકા પરિણામ આવી શક્‍યું છે.
અત્રે યાદ રહે કે, ભીમપોર શાળા મુખ્‍યત્‍વે દમણના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલી શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ખુબ જ સામાન્‍ય અને શ્રમજીવી પરિવારમાંથી ભણવા માટે આવે છે. જે વાલીઓ પોતાના સંતાનોની ખાનગી શાળાની ફી તેમજ ટયૂશન ફી ચુકવવા માટે પણ સક્ષમ નથી હોતા તેવા વિદ્યાર્થીઓ માટે ભીમપોર શાળા આશીર્વાદરૂપ બની રહી છે.
આ ગ્રામ્‍ય વિસ્‍તારની શાળામાંથી ગરીબ મા-બાપના સંતાનો પણ પોતાનું ડોક્‍ટર બનવાનું સ્‍વપ્ન સાકાર કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષમાં આ શાળામાંથી બે વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવી ચુક્‍યા છે અને 19 જેટલા વિદ્યાર્થીઓ બી.ફાર્મ,બી.સી.એ., પેરા મેડિકલ, નર્સિંગ જેવી ફેકલ્‍ટીમાં અભ્‍યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્‍યનું સપનુ સાકાર કરી રહ્યા છે.
ભીમપોર શાળા પરિવારના પ્રિન્‍સિપાલ શ્રી વાય.એસ.મોડાસિયા, ઈન્‍ચાર્જ શ્રી આર.બી.પટેલ તેમજ તમામ શિક્ષકગણોએ ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે અને તેમના સોનેરી ભવિષ્‍યની કામના કરી છે.

Related posts

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણમાં આજે વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસની થનારી ઉજવણી : સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment