Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમજીવી પરિવારો માટે આશીર્વાદરૂપ બનેલ ભીમપોરની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઃ 4 વર્ષમાં બે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અને 19 વિદ્યાર્થીઓ વિવિધ ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્‍યના સપનાને સાકાર કરી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા, ભીમપોરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખુબ જ આશાસ્‍પદ રહેવા પામ્‍યું છે. 17 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આપેલી પરીક્ષામાં માત્ર 1 વિદ્યાર્થી ફેલ થતાં શાળાનું કુલ 94.12 ટકા પરિણામ આવી શક્‍યું છે.
અત્રે યાદ રહે કે, ભીમપોર શાળા મુખ્‍યત્‍વે દમણના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલી શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ખુબ જ સામાન્‍ય અને શ્રમજીવી પરિવારમાંથી ભણવા માટે આવે છે. જે વાલીઓ પોતાના સંતાનોની ખાનગી શાળાની ફી તેમજ ટયૂશન ફી ચુકવવા માટે પણ સક્ષમ નથી હોતા તેવા વિદ્યાર્થીઓ માટે ભીમપોર શાળા આશીર્વાદરૂપ બની રહી છે.
આ ગ્રામ્‍ય વિસ્‍તારની શાળામાંથી ગરીબ મા-બાપના સંતાનો પણ પોતાનું ડોક્‍ટર બનવાનું સ્‍વપ્ન સાકાર કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષમાં આ શાળામાંથી બે વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવી ચુક્‍યા છે અને 19 જેટલા વિદ્યાર્થીઓ બી.ફાર્મ,બી.સી.એ., પેરા મેડિકલ, નર્સિંગ જેવી ફેકલ્‍ટીમાં અભ્‍યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્‍યનું સપનુ સાકાર કરી રહ્યા છે.
ભીમપોર શાળા પરિવારના પ્રિન્‍સિપાલ શ્રી વાય.એસ.મોડાસિયા, ઈન્‍ચાર્જ શ્રી આર.બી.પટેલ તેમજ તમામ શિક્ષકગણોએ ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે અને તેમના સોનેરી ભવિષ્‍યની કામના કરી છે.

Related posts

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

સામરવરણી-મસાટના ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યો દ્વારા દાનહના રખોલી દમણગંગા પુલ પરથી વાણિજ્‍યક અને હળવા/મધ્‍યમ પ્રકારના વાહનોને પસાર કરવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

Leave a Comment