Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: આજે જાહેર થયેલા ઉચ્‍ચત્તર માધ્‍યમિક, ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લાનું કુલ પરિણામ કુલ 57.14 ટકા આવ્‍યું છે. જેમાં સરકારી ગુજરાતી હાયર સેકન્‍ડરી અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ ટોકરખાડાના 169 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 100 વિદ્યાર્થી પાસ થયા હતા અને 69 નાપાસ થતા શાળાનું અંગ્રેજી માધ્‍યમનું પરિણામ 59.17 ટકા આવ્‍યું છે. જ્‍યારે હીન્‍દી માધ્‍યમમાંથી 37 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 18 પાસ અને 19 વિદ્યાર્થીઓ નાપાસ થતા શાળાનું હિન્‍દી માધ્‍યમનું પરિણામ 48.65 ટકા આવ્‍યું છે અને સરકારી ગુજરાતી માધ્‍યમ શાળા ટોકરખાડામાંથી 62 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 32વિદ્યાર્થી પાસ થયા હતા અને 30 વિદ્યાર્થી નાપાસ થયા હતા જેમાં શાળાનું પરિણામ 51.61 ટકા જેટલું રહેવા પામ્‍યું છે.
સરકારી હાયર સેકન્‍ડરી ગુજરાતી માધ્‍યમ શાળા નરોલીમાંથી 22 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 8 પાસ અને 14 નાપાસ થતા 36.36 ટકા પરિણામ આવ્‍યું છે. જ્‍યારે હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલીમાં 31 વિદ્યાર્થીમાંથી 7 પાસ અને 24 નાપાસ થયા હતા જેમાં શાળાનું પરિણામ 22.58 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી અંગ્રેજી માધ્‍યમ શાળા દાદરામાંથી 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 15 વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 83.33 ટકા આવ્‍યુ છે.
જિલ્લાની સરકારી શાળામાંથી કુલ 339 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 180 વિદ્યાર્થી પાસ અને 159 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કુલ પરિણામ 53.10 ટકા આવ્‍યું છે અને ખાનગી શાળાઓમાં ફાધર ઍગ્નેલો ઈંગ્‍લીશ મીડિયમમાંથી 55 વિદ્યાર્થીઓમાંથી 39 પાસ અને 16 નાપાસ થયા હતા. શાળાનું પરિણામ 70.91 ટકા આવ્‍યું છે. પ્રભાત સ્‍કોલર્સ એકેડમી ઈંગ્‍લીશ મીડીયમ શાળામાં 47 વિદ્યાર્થીઓમાંથી 33 પાસ અને 14 નાપાસ થતાં શાળાનું પરિણામ 70.59 ટકા આવ્‍યું છે.
જિલ્લામાં ખાનગી શાળામાંથી 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 72 વિદ્યાર્થીઓ પાસ અને 30 નાપાસ થયા છે, કુલપરિણામ 70.59 ટકા રહ્યું છે.
દાનહ જિલ્લામાં પ્રથમ ત્રણમાં પ્રથમ સિંગ ઈશા રાજેશ સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા 82.15 ટકા આવ્‍યા છે. પ્રભાત સ્‍કોલર્સ એકેડમીની વિદ્યાર્થીની બીજા ક્રમે સુથાર પ્રીતિ મદનલાલે 77 ટકા મેળવ્‍યા છે જ્‍યારે ત્રીજા ક્રમે સરકારી હાયર સેકન્‍ડરી ઈંગ્‍લીશ મીડીયમ શાળા ટોકરખાડાના વિશાલ મોતીલાલ શર્મા 76.92 ટકા સાથે રહ્યા છે.

Related posts

આલીપોર સર્વિસ રોડ ઉપર બાઈક અને કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાળકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજના ખેલાડીઓની આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પસંદગી

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

Leave a Comment