Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલીના નરોલી ગામે ત્રણ વર્ષ અગાઉ થયેલ હત્‍યાના ગુનામાં ડીસ્‍ટ્રીકટ કોર્ટ સેલવાસમાં એક આરોપીને દોષી જાહેર કર્યો છે. અદાલતે આરોપી સોનુ પુરષોતમ સિંહને આજીવન કારાવાસ અને 15 હજાર રૂપિયાની જમાનતની સજા સંભળાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ગામે 12ઓગસ્‍ટ, 2019નારોજ મોડી રાત્રે એક મહિલાની લાશ મળી હતી. મહિલાની ઓળખ સોનમ સિંહ (ઉ.વ.27) તરીકે થઈ હતી જે એના પતિ સોનુ પુરષોતમ સિંહ અને એક બાળક સાથે મહેન્‍દ્રસિંહ સોલંકીની ચાલ નરોલીમાં રહેતી હતી. 12ઓગસ્‍ટના રોજ એ મહિલાની હત્‍યા કરાયેલ અવસ્‍થામાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં નરોલી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પીએસઆઈ શ્રી અનિલ ટી.કે. અને એમની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઈ પિં્રસ મોહનસિંહ ચૌહાણ રહેવાસી નરોલી, મૂળ રહેવાસી ભરતપુર-રાજસ્‍થાન જેઓએ એમના બનેવી સોનુ વિરુદ્ધ હત્‍યાની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે નરોલી પોલીસે 13 ઓગસ્‍ટ, 2019ના રોજ આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સેલવાસ કોર્ટના સરકારી વકીલ ગોવર્ધન પુરોહિતની દલીલને ગ્રાહ્ય રાખી અને પુરાવાઓને આધારે આરોપી સોનુ પુરષોતમ સિંહને સોનમની હત્‍યાનો દોષી માની કલમ 302 મુજબ આજીવન કારાવાસ અને રૂા.15 હજારના અર્થદંડની સજા ફટકારી છે.

Related posts

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment