Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ધરમપુર તાલુકાના માકડબંધ ગામના ગુરૂસેવા સત્‍સંગ મંડળ માંકડબંધ ટ્રસ્‍ટ દ્વારા સંવત 2079ને ફાગણ વદ 6 ને સોમવારે બપોરે 2 કલાકે માકડબંધ ગામના પટેલ ફળિયામાં પ્રથમ સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આદિવાસી સમાજના ગરીબ પરિવારના 30 યુગલો લગ્નગ્રંથીથી જોડાઈને સંસારમાં ડગ માંડશે. જે માટે સમાજ સેવામાં રૂચિ ધરાવતા ભાઈ-બહેનોને દાન કરવા માટે નમ્ર અરજ કરવામાં આવી છે. દાન સ્‍વીકાર માટે ગમનભાઈ લલ્લુભાઈ માહલાનો મો.નં. 97275 59239 પર સંપર્ક કરવા ટ્રસ્‍ટની અખબારી યાદીમાં જણાવાયું છે. દાતાઓનું ઋણ સ્‍વીકાર પણ કરવામાં આવશે. આ સમૂહ લગ્નોત્‍સવમાં મુખ્‍ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, માંકડબંધના સરપંચ બયજીબેન, માજી સરપંચ ગણેશભાઈ બિરારી, બિપીનભાઈમાહલા, મુકેશભાઈ માહલા, અમરતભાઈ ડી.પટેલ રહે. ગણદેવી, નટુભાઈ વી. પટેલ, નિવૃત્ત સ.મા.નિ. સુરખાઈ, નટુભાઈ સી પટેલ રહે.ગાંગડીયા, મહુવા અને કેકીભાઈ ઉપસ્‍થિત રહેશે. આ સમૂહ લગ્નના મુખ્‍ય આયોજકો ગમનભાઈ લલ્લુભાઈ માહલા, વિનોદભાઈ શુક્કરભાઈ ગાવિત, કનુભાઈ નરસિંહભાઈ કાકડવા અને રમણભાઈ ઝાંઝર છે.

Related posts

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત સરીગામ જીપીસીબી, એસઆઈએ, નોટિફાઇડ અને સીઈટીપીએ સંયુક્‍ત કાર્યક્રમ યોજી સ્‍વચ્‍છતા લક્ષી કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment