Vartman Pravah
Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.14 : 1લી નવેમ્‍બર 2021ના રોજ ગ્‍લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી LiFE)’ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને આંતરરાષ્‍ટ્રીય જન ચળવળ તરીકે આગળ ધપાવવા હાકલ કરવામાં આવી હતી. જે પહેલ અંતર્ગત આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલની ચરિતાર્થ કરવા ‘પર્યાવરણ બચાવો’ના જાગૃતિ સંદેશ હેતુ સાયક્‍લોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે આયોજીત સાયક્‍લોથોનને સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ નજીકથી દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સાયક્‍લોથોન સેલવાસ શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી અને ‘પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. આ અવસરે નાયબ વન સંરક્ષક શ્રી વર્ગીશ થોમસે જણાવ્‍યું હતું કે, ‘લાઈફ સ્‍ટાઈલ ફોર એન્‍વયારોમેન્‍ટ’નો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દૈનિક જીવનમાં લાઈફ સ્‍ટાઈલમાં બદલાવ જેવા કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરા ટાળો, ઊર્જા બચાવો, પાણીની બચત કરો, તંદુરસ્‍તી માટે સાયકલનો ઉપયોગ કરવો. પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે “mindful and deliberate utilisation, instead of mindless and destructive consumption” ‘વિવેકહીન અને વિનાશક વપરાશને બદલેસચેત અને ઇરાદાપૂર્વકનો ઉપયોગ’ની થીમને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવવા પર ભાર મુકાયો હતો. કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ પર્યાવરણ બચાવવા માટે આપણી ભૂમિકા અંગે વિસ્‍તૃત સમજણ આપી હતી. આ સાયક્‍લોથોનમાં વન વિભાગના અધિકારીઓ સહિત 400થી વધુ સાયકલસવારોએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીની રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

Leave a Comment