September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

મેજર પાઈપલાઈનનું સમારકામ કરવાનું હોવાથી પાણી સપ્‍લાય બંધનો લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નગરપાલિકા દ્વારા આવતીકાલ તા.05ને શુક્રવારના રોજ આખા દિવસ માટે પાણી સપ્‍લાય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
ઉનાળાના સમયમાં વાપી વિસ્‍તારમાં સામાન્‍ય રીતે ભૂગર્ભ જળ આમ પણ નીચે જતા હોવાથી શહેરમાં પાણીની કારમી ખેંચ, તંગી વર્તાઈ રહી છે. જેમાં કાળમાં અધિક માસની જેમ તા.05ને શુક્રવારના રોજ વાપી નગરપાલિકા દ્વારા આખો દિવસ પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્‍ય પાઈપલાઈનનું સમારકામ હાથ ધરાવવાનું હોવાથી દિવસ દરમિયાન પાણી સપ્‍લાય બંધ રહેશે તેવુ પાલિકા સુત્રો દ્વારાજણાવાયું છે. આમ પણ શહેરમાં પાણીની બુમાબુમ ચાલી રહી છે. ટેન્‍કરોથી પાણી મંગાવી કેટલીક સોસાયટીઓ પાણી સમસ્‍યા ઓછી કરી રહી છે ત્‍યાં પાલિકાનું પાણી બંધ રહેશે ત્‍યારે શહેરના નાગરિકોમાં વ્‍યાપક રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો. કેટલીક સોસાયટીઓમાં આગામી ઉપર ભુગર્ભ જળના પાણી બોરિંગથી ખેંચી કામ ચલાવાઈ રહ્યું છે તે પણ માંડ માંડ કારણ કે ભુગર્ભ જળના લેવલ દિવસે દિવસે ઘટી રહ્યા છે.

Related posts

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

vartmanpravah

વલસાડમાં વીજ કંપનીએ નાનકડી ટ્રેલરની દુકાનને અધધ… 86 લાખનું બિલ પધરાવી દીધું

vartmanpravah

Leave a Comment