October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના ઘેકટી ગામના વડ ફળીયામાં રહેતી અલ્‍પિકાબેન મનુભાઈ પટેલના લગ્ન તા.11/05/2022ના રોજ ગણદેવી તાલુકાના આંતલીયાના રહિશ દિવ્‍યેન અશોકભાઈ પટેલ સાથે થયા હતા. લગ્નના દસેક દિવસ બાદ દિવ્‍યેનના ફોન પર રિયા પટેલ નામની યુવતીએ ઈન્‍સ્‍ટાગ્રામ ઉપર અંગ્રેજીમાં બી કેર ફૂલ તારી વાઈફ થી ચેતીને રહેજે તેવો મેસેજ આવેલ અને ત્‍યારબાદ વિવાદ સર્જાતા જુલાઈ-22માં સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં પતિ અને સાસુ-સસરાએ અલ્‍પિકાબેનને અન્‍ય વ્‍યક્‍તિ સાથે અફેર હતું તેના વિશે ગામના લોકો ખરાબ વાત કરે છે, તેમ કહી અપમાનિત કરેલ બાદમાં સાસુએ બે દિવસ તું પિયરમાં રહી આવ તેમ જણાવી બે દિવસ પછી ફોન કરી બોલાવી દિવ્‍યેન માનતો નથી એ તમારી પર્સનલ મેટર છે. તમે બન્ને બેસીને પતાવો બાદમાં બીલીમોરા કોળી સમાજની વાડીમાં પણ બેઠક યોજાઈ હતી.પરંતુ કોઈ નિરાકરણઆવ્‍યું ન હતું.
પતિ વિદેશમાં જવાનું કહી રૂપિયાની માંગણી કરી અને સાસુ – સસરા ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરી બદનામ કરી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મૂકી હોવાની ફરિયાદમાં પોલીસે અલ્‍પિકાબેનના પતિ દિવ્‍યેન અશોક પટેલ, સસરા અશોક લલ્લુભાઇ પટેલ, સાસુ રીટાબેન અશોકભાઈ પટેલ (તમામ રહે.આંતલીયા હર્ષિત ગાર્ડન સામે અંબિકા ફર્નિચરની ઉપર, તા.ગણદેવી) સામે શારીરિક માનસિક ત્રાસ દહેજ પ્રતિબંધક જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

રેવન્‍યુ શીરપડતર જમીન સાથણી ઝુંબેશ કાયમી ધોરણે નામે કરવા ધરમપુર વિસ્‍તારના 800 થી વધુ અરજદારોની કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

બાંગ્‍લાદેશના ડેપ્‍યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment