October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન યોજવામાં આવ્‍યું.
રૂમલામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલ કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખ સહિતનાની ઉપસ્‍થિતમાં યોજાયેલ સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલનમાં વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને સંબોધતા ધારાસભ્‍ય અનંત પટેલે જણાવ્‍યું હતું કે સંકલ્‍પ સત્‍યાગ્રહ એ એક રાષ્ટ્‌વ્‍યાપી આંદોલન છે. અને લોકશાહી બચાવવા માટેનો આ સત્‍યાગ્રહ છે. સંસદ ભવનમાં રાહુલજીએ પશ્ન કર્યો કે એસબીઆઈ અને એલઆઈસીના રૂપિયા અદાણીને કેવી રીતે મળ્‍યા અને એ સામાન્‍ય લોકોના પૈસાની ભરપાઈની જવાબદારી સરકાર કેવી રીતે નિભાવશે. અદાણીની કંપનીમાં વિસ હજાર કરોડ રૂપિયા કયાંથી અને કોના આવ્‍યા? બેરોજગારી અને ભ્રષ્ટાચારના પ્રશ્નોથી ગભરાયેલી સરકારે રાહુલજીનું સંસદ સભ્‍ય પદ રદ કરી લોકોને ડરાવવાનો પ્રયત્‍નો કર્યા હતા. આધાર કાર્ડ, પાન કાર્ડ લીંક કરવાનો એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. વારંવાર પેપર લિક કાંડ કરીને બેરોજગારીઓને નોકરીઓઆપવામાં આવતી નથી. સાથે આવનાર સમયમા કોંગ્રેસ લોકોના પ્રશ્નો લઈને રસ્‍તા પર ઉતરવાની પણ તૈયારી કરી રહ્યું છે. તેમ જણાવી ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા.
રૂમલામાં રાત્રી દરમ્‍યાન યોજાયેલ સંમેલનમાં સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ફેશ શો સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment