Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

ત્રણ જેટલા કર્મચારીઓનો પહેલા માળેથી કુદતા થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી જીઆઈડીસી ખાતે આવેલી ફોમ બનાવતી કંપનીમાં મધરાત્રીએ આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા ભરની ફાયર ટીમના સવાર સુધીના અથાગ પ્રયત્‍ન છતાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
પારડી જીઆઈડીસીમાં આવેલી કલાનિધિ ફોમ કંપનીમાં ગઈ રાતે બે અઢી વાગ્‍યાનાસુમારે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. કંપનીમાં બનાવવામાં આવતુ ફોમને લઈ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેથી ભાગ-દોડના દ્રશ્‍યો સર્જાયા હતા.
સૌથી મહત્‍વનું છે કે, આજ કંપનીમાં કામ કરતા અને કંપનીના પહેલા માળે રહેતા વિકાસ શ્રીરામ નાગરા ઉ.વ.24 રહે.હરિયાણા, વિશાલ ચનાલિયા ઉ.વ.25, રમેશભાઈ રવુલિયા પટેલ ઉ.વ.25 આગની ભયાનકતા જોઈ પહેલા માળેથી કૂદતા તેઓને નાનામોટી ઈજાઓ થઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ત્રણેય ઈજાગ્રસ્‍તોને પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
આગ અંગે આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોએ ફાયરની ટીમને જાણ કરતા સૌ પ્રથમ પારડી ફાયરની ટીમને થતા સ્‍થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્‍યારબાદ આગ મોટી હોવાના કારણે વલસાડ, વાપી, અતુલ વાપી નોટિફાઈડ અને ધરમપુરની ફાયર મળી કુલ 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી સવાર સુધી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કંપનીમાં મુકવામાં આવેલ માલ સહિત સમગ્ર કંપની બળીને ખાખ થઈ જવા પામી હતી. આ આગને લઈ કંપનીમાં મોટું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવે છે. જોકે આગ લાગવાનુ હજી ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી.

Related posts

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાનું આજે સમાપન : મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

પ્રધાનમંત્રીએ ગંગા આરતીમાં હાજરી આપી, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે બેઠક કરી અને કાશીમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

Leave a Comment