September 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

ટેમ્‍પો ચાલકને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સેલવાસ સિવિલમાં ખસેડાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસના બે યુવાનો મુંબઈ કોઈ કામસર ગયા હતા ત્‍યાંથી પરત આવતી વખતે તલાસરી નજીક કાર ચાલકે ખાડો બચાવવાના પ્રયાસમાં કાર ડીવાઈડર કુદાવી હવામા ફંગોળાઈ બીજી તરફ એક ટેમ્‍પો જઈ રહ્યો હતો તેની કેબિન સાથે અથડાયા હતા. જેમાં કારનો કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો અને બંને યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત નિપજ્‍યા હતા. ટેમ્‍પો ચાલકને પણ ગંભીર ઈજા થઈ હતી જેને સારવાર અર્થે સેલવાસ સિવિલમાં લાવવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર હિતેન્‍દ્રસિંહ રાઠોડ રહેવાસી સેલવાસ જેઓ વૈભવ પેથોલોજી લેબના માલિક છે, જેઓ એમના મિત્ર ધ્‍વનિત પટેલ સાથે એમની અર્ટિકા કાર નંબર ડીએન-09-જે-2661માં મુંબઈ કોઈ કામસર ગયા હતા. ત્‍યાં કામ પતાવી પરત સેલવાસ તરફ આવી રહ્યા હતા તે સમયે તલાસરી નજીક રસ્‍તા પરના મોટા ખાડાને બચાવવાના પ્રયાસમાં કાર ડિવાઈડર કુદાવી હવામા ફંગોળાઈ હતી. જે સીધી ગુજરાતથી મહારાષ્‍ટ્ર તરફ જઈ રહેલટેમ્‍પોના કેબિન સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ત્‍યારબાદ નીચે પટકાઈ હતી, જેમા કારનો કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર બન્ને મિત્રોનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. આ ઘટનાની જાણ થતાં મહારાષ્‍ટ્ર પોલીસની ટીમ પહોંચી હતી અને ટેમ્‍પો ચાલાક પણ ગંભીર હાલતમાં હોવાથી તેને તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યો હતો. આ ઘટના અંગેની ફરિયાદ નોધી વધુ તપાસ તલાસરી મહારાષ્‍ટ્ર પોલીસ કરી રહી છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

પારડી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું થયું આયોજન

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

Leave a Comment