October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: સમગ્ર દેશમાં તા.14 થી 20 નવેમ્‍બર સુધી રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. ત્‍યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગારીયા ગામે પટેલ ફળિયામાં શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિરના સંકુલમાં ધોરાજીની શ્રી પટેલ મહિલા કોલેજના લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલ અને વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલ દ્વારા આ પુસ્‍તક પરબ શરૂ કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તક પરબ માટેના પુસ્‍તકો પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે પોતાની અંગત લાઇબ્રેરીમાંથી દાન પેટે આપ્‍યા હતા. આ પુસ્‍તક પરબમાં સામાયિકો, ધાર્મિક પુસ્‍તકો, બાળવાર્તાઓ, કેરિયરને લગતા પુસ્‍તકો વગેરે છે. જેનો લાભ ફળિયાના અબાલ વૃદ્ધોને મળી રહેશે. આમ, ભક્‍તિ અને જ્ઞાનનો સંગમ દરેક વ્‍યક્‍તિને ચિંતન માટે પ્રેરણા રૂપ બનશે. આ પુસ્‍તક પરબને ફળિયાના વયોવૃદ્ધ વડીલ મગનદાદાના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું.
આ પુસ્‍તક પરબને ખુલ્લુ મુકતા લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં પુસ્‍તકોની ઉપયોગતા સમજાવી હતી. પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે જીવન ઘડતર માટે પુસ્‍તકોનું મૂલ્‍યસમજાવ્‍યું હતું. આ પુસ્‍તક પરબના લોકાર્પણમાં બહોળી સંખ્‍યામાં ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉત્‍સાહભેર હાજરી આપી હતી.

Related posts

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

vartmanpravah

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 50 ટકા બેઠકો આરક્ષિત દમણની માછી મહાજન બી.એડ.કોલેજની સ્‍થાપનાના 28 વર્ષ દરમિયાન સમાજને 1500 જેટલા શિક્ષકોની આપેલી ભેટ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

Leave a Comment