October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

ત્રણ જેટલા કર્મચારીઓનો પહેલા માળેથી કુદતા થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી જીઆઈડીસી ખાતે આવેલી ફોમ બનાવતી કંપનીમાં મધરાત્રીએ આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા ભરની ફાયર ટીમના સવાર સુધીના અથાગ પ્રયત્‍ન છતાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
પારડી જીઆઈડીસીમાં આવેલી કલાનિધિ ફોમ કંપનીમાં ગઈ રાતે બે અઢી વાગ્‍યાનાસુમારે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. કંપનીમાં બનાવવામાં આવતુ ફોમને લઈ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેથી ભાગ-દોડના દ્રશ્‍યો સર્જાયા હતા.
સૌથી મહત્‍વનું છે કે, આજ કંપનીમાં કામ કરતા અને કંપનીના પહેલા માળે રહેતા વિકાસ શ્રીરામ નાગરા ઉ.વ.24 રહે.હરિયાણા, વિશાલ ચનાલિયા ઉ.વ.25, રમેશભાઈ રવુલિયા પટેલ ઉ.વ.25 આગની ભયાનકતા જોઈ પહેલા માળેથી કૂદતા તેઓને નાનામોટી ઈજાઓ થઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ત્રણેય ઈજાગ્રસ્‍તોને પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
આગ અંગે આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોએ ફાયરની ટીમને જાણ કરતા સૌ પ્રથમ પારડી ફાયરની ટીમને થતા સ્‍થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્‍યારબાદ આગ મોટી હોવાના કારણે વલસાડ, વાપી, અતુલ વાપી નોટિફાઈડ અને ધરમપુરની ફાયર મળી કુલ 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી સવાર સુધી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કંપનીમાં મુકવામાં આવેલ માલ સહિત સમગ્ર કંપની બળીને ખાખ થઈ જવા પામી હતી. આ આગને લઈ કંપનીમાં મોટું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવે છે. જોકે આગ લાગવાનુ હજી ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી.

Related posts

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment